ઘેર ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટામિયા માંગરોળની ગાદીના હાલના ગાદી પતિ સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર – ઉત્તરાધિકારી આદરણીય ડો.મતાઉદ્દીન ચિશ્તી સાહેબ અગામી તારીખ 25-1-2020ના શનિવારે સાંજે લગભગ 5 કલાકે તાપી જિલ્લા અને વ્યારા તાલુકાના ઊંચામાળા ખાતે પધારશે, જ્યાં ભવ્ય પ્રકૃતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ રાત્રે 9:30 કલાકે પોતાની આગવી શૈલીમાં આદ્યાત્મિકતા, જીવન ઉપયોગી બોધ, વ્યસન :મુક્તિ અને શિક્ષણ ઉપર ખાસ પ્રવચન આપશે પ્રવચન બાદ મુલાકાત અને કોમી એકતાના ભજનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંજે ભોજન તેમજ પ્રસાદી પણ રાખવામાં આવેલ એમ સમગ્ર તાપી પાર ભક્ત મંડળ આયોજકો દ્વારા જણાવવામાં આવેલ છે.
ઊંચામાળા ખાતે ડો.મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતીમાં ભવ્ય પ્રકૃતિ પર્વ યોજાશે.
Advertisement