સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં ભીષણ આગની ધટના અને સુરત શહેરમાં આયેદીન ઉપરાચાપરી આગની ધટનાઓને ગંભીરતાથી લેતા પાલિકા કમિશનર અને સુડા(સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના ચેરમેન બંછાનિધી પાનીએ સુડા ભવન ખાતે બિલ્ડર, માર્કટ સંચાલકો, સુડાના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.
સુરત કુંભારીયા ચાર રસ્તા પર આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ આગ ફાટી નીકળી હતી. જેને કાબૂમાં લેવામાં 21 કલાક જેટલો સમય લાગ્યો હતો. જ્યારે આ આગ કાબૂમાં આવી ગયા બાદ 29 કલાકે ફરી આગ લાગી ગઈ હતી. આ સમય દરમિયાન પાલિકા કમિશનર અને સુડા(સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના ચેરમેન બંછાનિધી પાની રઘુવીર માર્કેટ ખાતે નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ સુડા ભવન ખાતે બિલ્ડર, સુડાના અધિકારીઓ સહિતના સાથે સુડાના ચેરમેન બંછાનિધી સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટના બિલ્ડીંગના એલિવેશન અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ સિટીમાં ફાયર અગત્યનો મુદ્દો છે અને ફાયરને લઈને જે ગંભીરતા છે તે હજુ સુરતમાં નથી. હવે પછી દર મહિને તપાસ કરવામાં આવશે અને મોકડ્રીલ પણ કરવામાં આવશે.
સુરતમાં આગની ધટનાઓને ગંભીરતાથી લેતા પાલિકા કમિશનર અને બંછાનિધી પાની દ્વારા સુડા ભવન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
Advertisement