Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં ચાર મહિનાથી લિફ્ટ બંધ હોવાથી અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે.

Share

રાજપીપળા ખાતે ઓકટોમ્બર 2017 માં 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરી લોકાર્પણના બે વર્ષ સુધી પડી રહ્યા બાદ કાર્યરત થઈ. જેમાં મામલદાર કચેરી સહીતની અનેક કચેરીઓ કાર્યરત છે. પરંતુ શરૂ થયાના ટૂંકા ગાળામાં જ કરોડોના ખર્ચ બાદ પણ આ મકાનમાં અનેક તકલીફો જોવા મળી છે. રાજપીપળાની નાંદોદ તાલુકા સેવા સદન કચેરીની બિલ્ડીંગમાં છેલ્લા લગભગ ૪ મહિનાથી લિફ્ટ બંધ હોવાથી સિનિયર સિટીજનોને પરાણે દાદર ચઢી ઉપર જવું પડે છે.અગાઉ ફાયર સેફટી બાબતે લાલીયાવાડી જોવા મળી હતી. ત્યારબાદ અસહ્ય ગંદકીની પોલ ખુલી અને હાલ ચાર મહિનાથી લિફ્ટ બંધ સહિતની એક બાદ એક તકલીફો આ કરોડોના ખર્ચે બનેલી કચેરીમાં શરૂ થયાના ટૂંકા ગાળામાં જ જોવા મળતી હોય તેના પરથી કચેરીમાં બેસતા અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૭ કેસો નોંધાતા કુલ કેસનો આંક ૫૪૫ થયો.

ProudOfGujarat

વડોદરામાં બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી

ProudOfGujarat

ભરૂચમાં ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ બિગ એવોર્ડ શો યોજાઈ ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!