જંબુસર તાલુકાના જંત્રાણ ગામમાં આજરોજ જંત્રાણ વિદ્યા મંદિરમાં વાલી સંમેલનનાં પ્રોગ્રામનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોના વાલીઓને બોલાવી શિક્ષકોએ આવનારી એસ.એસ.સી.બોર્ડની પરીક્ષા માટે બાળકોને એકદમ કડક પગલાં લેવા માટે વાલીઓને ધ્યાન આપવું પડશે. વાલી સંમેલન કાર્યક્રમમાં ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને એમને પુરસ્કાર કરવામાં આવ્યું હતું .આ પ્રોગ્રામની અંદર તમામ વાલીઓ મોજૂદ હતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ પ્રોગ્રામનો કાર્યક્રમ પ્રાર્થનાથી શરૂ કરવામાં આવ્યો હતો. આશરે ૧૦૦ જેટલા વાલીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ રંગેચંગે યોજાયું હતું. ધોરણ ૧૦ અને ૧૨ જાહેર પરીક્ષાઓના ઉત્કૃષ્ટ પરિણામ માટે વાલીઓને સહયોગ મેળવવા મહેમાનોને પુષ્પગુચ્છ અને વાલીઓને ગુલાબના ફૂલથી આવકાર્યા હતા. આરિફ ઠાકોરે સંખ્યા પરિચય અને આચાર્ય શ્રી રફિકભાઇ મનસુરીએ શાળાની કાર્યપદ્ધતિ વિશે તથા વાલીઓને સંતાનો પ્રત્યે જાગૃત બને તે માટે પ્રેરણાત્મક વાત કરી હતી. અસ્ફાક શેખ સાહેબ તથા નીલમ મેડમ પટેલે ખૂબ સરસ વાત કરી હતી. રાજુભાઇ જાત રાણિયા પરીવાર તરફથી ધોરણ ૯ થી ૧૨ માં પ્રથમ આવનાર ત્રણ વિદ્યાર્થીઓને મહેમાનોને તથા વાલીઓને હસ્તે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કાળુભાઇ થાણાવા હાફેજીભાઇ સહિત મહંમદ શેઠ દેવલા ગુલામ બી. કાપડિયા, ગુલામનબી શેખ ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પદમાબેનએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અસ્ફાક શેખએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગામના તમામ આગેવાનો સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
જંબુસર : જંત્રાણ ગામનાં જંત્રાણ વિદ્યા મંદિરમાં વાલી સંમેલનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો.
Advertisement