Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ટ્રકનાં ચાલકે ટ્રક રિવર્સ કરતા એકટીવાને અડફેટે લઈ લેતા એકટીવા સવાર મહિલાનો આબાદ બચાવ થયો.

Share

અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત આદિત્યનગર નજીક આજરોજ સવારે એક ટ્રકનો ચાલક ટ્રક રિવર્સ કરતો હતો તે વેળાએ એક એકટીવાને અડફેટે લઈ લેતા એકટીવા ટ્રકના પાછળના ટાયરોમાં ચગદાઈ ગયું હતું. જોકે એકટીવા સવાર મહિલાનો અદભુત બચાવ થવા પામ્યો હતો.

અંકલેશ્વરનાં ભડકોદરા ગામના આદિત્યનગર પાસે આજરોજ સવારે એક ટ્રકના ચાલકે રિવર્સ કરતી વેળાએ ધ્યાન ન રાખતા પાછળના ભાગેથી આવતી એક મહિલા એકટીવા ચાલકને અડફેટે લઈ લીધી હતી. જોકે મહિલા એકટીવા ચાલકે સમયસૂચકતા વાપરી એકટીવા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. જોકે ટ્રકના પાછળના બંને ટાયરો વચ્ચે એકટીવા સેન્ડવીચ બની ગઈ હતી. ધટના સ્થળનો વિડિયો જોઈએ તો માલુમ પડે કે આ અકસ્માતમાં મહિલા ચાલકનો ચમત્કારી બચાવ થવા પામ્યો હતો. આ ધટના બાદ જોકે ટ્રક ચાલકને આસપાસના લોકોએ પકડી લીધો હતો અને બાદમાં જીઆઇડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા શાખાના ગ્રાહકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે APMC ચેરમેન રાજેન્દ્રસિંહ વી.ચૌહાણએ રજુઆત કરી.

ProudOfGujarat

મ્યુકરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે : આરોગ્ય વિભાગ.

ProudOfGujarat

અંકલેશ્વર : ઓનલાઈન છેતરપીંડીનો નવો કીમિયો અંકલેશ્વરમાં જોવા મળ્યો : ઇ કાર્ટ કુરિયરમાં નોકરી કરતા ડીલીવરી બોય સાથે થઈ છેતરપીંડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!