Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : ઇસરો દ્વારા લીંબડી ખાતે અવકાશીય પ્રદર્શન યોજાયું.

Share

સરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે સુરેન્દ્રનગર રોડ પર આવેલ ન્યુ શ્રદ્ધા વિદ્યાલય ખાતે ઇસરો દ્વારા મોબાઇલ સ્પેશ પ્રદર્શન યોજાયું.

તેમજ ઇસરો દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. સાયન્સ અને ટેકનોલોજીની વાત આવે તો નાના બાળકોથી લઇને આધેડ વયના લોકોને સાયન્સ વિશે અવનવી બાબતો જાણવા તત્પર બનતા હોય છે.

ત્યારે સાયન્સ અને ટેકનોલોજીનું મોટું ભવન હોય તો અમદાવાદ ખાતે આવેલ ઇસરો ભવન ત્યારે સુરેન્દ્રનગર સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા દ્વારા ઇસરોનું પ્રદર્શન સુરેન્દ્રનગર રાખવાની રજુઆતને ધ્યાને લઇને લીંબડી ખાતે આવેલ ન્યુ શ્રદ્ધા વિદ્યાલયમાં ઇસરો દ્વારા અવકાશીય પ્રદર્શન યોજાયુ.

ત્યારે લીંબડી કબીર આશ્રમના મહંત શ્રી ચરણદાસજી મહારાજના વરદ હસ્તે કરી આ અવકાશીય પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન નિહાળવા લીંબડી તાલુકાની તમામ શાળાઓના આશરે ૨૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકો નિહાળવા દોડી આવ્યા હતા

અને આવેલ તમામ લોકોને અવકાશીય આશરે ૨૫ ઉપરાંત મોડલોની માહિતી સાયન્સ કમ્યુનિકેટર જલ્પેશ ભાવસાર અને ધવલ પટેલ અને ઓપરેટર હિતેન્દ્રસિંહ ગોહિલ તથા જયસુખભાઇ વેગડા દ્વારા અવકાશ મોડેલ વિશે સંપૂર્ણ રીતે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમનું આયોજન ન્યુ શ્રદ્ધા વિદ્યાલયના દિલીપભાઇ પટેલ, ડાહ્યાભાઈ કડીવાળા તેમજ આ શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ લીંબડી તાલુકા પ્રમુખ(એબીઆરએસએમ) તરીકે શક્તિદાન ગઢવી, પીટી ચાવડા,મનુભાઇ જોગરાણા દ્વારા સારી કામગીરી કરી વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિનો અભિગમ કેળવાય તે માટેની કામગીરી કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જેતપુરના ધોરાજી પાસે આવેલ સાડીના કારખાનામાં ભયાનક આગ, લાખોનો માલ થયો ખાખ.

ProudOfGujarat

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 78 મી જન્મજ્યંતિ, રાહુલ ગાંધી થયા ભાવુક.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વેકશીનનાં ડોઝ અપાયા, જાણો અત્યાર સુધી કેટલા લોકોએ લીધા વેકશીનનાં ડોઝ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!