વ્યક્તિમાં રહેલી પ્રતિભાને નિખારવા માટે તેનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે અને તેને સહેજ આત્મવિશ્વાસમાં વધારો કરો તો વ્યક્તિમાં રહેલી પ્રતિભા બહાર આવે છે. ત્યાં આજનાં સમયમાં લોકો અંગ્રેજી ભાષા જાણતા હોય છે પરંતુ કેટલીક વખત બોલી શકતા નથી ત્યારે તેના માટે તેની પ્રતિભાને જો ઉજાગર કરવામાં આવે તો અંગ્રેજી ભાષા પર કમાન્ડ મેળવીને કડકડાટ બોલી શકાય છે. ત્યારે ભરૂચની પટેલ વેલ્ફેર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત પટેલ વેલ્ફેર હાઈસ્કૂલમાં આવો જ પર્સનાલિટી (પ્રતિભા નિખાર) ડેવલ્પમેન્ટ અને ઇંગ્લિશ સ્પીકનો 40 દિવસનો વિશેષ કોર્ષ રાખવામાં આવ્યો હતો.
જેમાં વેલ્ફેર હાઈસ્કુલ સહિત બહારથી આવેલા લગભગ 650 થી 670 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા આ કોર્ષમાં પર્સનાલિટી ડેવલ્પર મુન્નવર જમાનાં માર્ગદર્શન હેઠળ પ્રેકટીસ કરી હતી જે લોકો અંગ્રેજી ભાષા જાણતા હોવા છતાં બોલી શકતા ન હતા તેવા લોકો આજે વેલ્ફેર હોસ્પિટલ ખાતેનાં વિશેષ કાર્યક્રમમાં કડકડાટ અંગ્રેજી ભાષામાં વાત કરતાં હતા. અંગ્રેજી ભાષામાં તેઓ સંવાદ કરીને સ્પીચ આપતા હતા. આજનાં આ કાર્યક્રમમાં વેલ્ફેર હોસ્પિટલના સલીમભાઈ ફાલીવાલા, ધારા સભ્ય દુષ્યંતભાઈ પટેલ, કોંગ્રેસનાં અગ્રણી પરિમલ સિંહ રણા સહિતનાં લોકો હાજર રહ્યા હતા.
ભરૂચની વેલ્ફેર હાઇસ્કુલમાં મુન્નવર જમા દ્વારા 40 દિવસનાં પર્સનાલિટી કોર્ષમાં 600 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
Advertisement