દેશભરમાં કેન્દ્રની સરકાર દ્વારા સરકારી કંપનીઓને ખાનગીકરણ કરી કોન્ટ્રાક્ટ પર આપવાના શરૂ કરેલા વહીવટનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં એ ખાનગી ટ્રેન એટલે કે કંપની દ્વારા ટ્રેન તેજશ શરૂ કરવામાં આવતા આજે સુરત ખાતે આવેલી ટ્રેનને પગલે રેલ્વે કર્મચારી સંગઠને તેનો વિરોધ કર્યો હતો. ઉત્તર ભારતીય સમાજે પણ તેજશ ટ્રેનનો વિરોધ કર્યો હતો. દેશમાં સરકારની કંપનીઓ ખાનગી કંપની અને એજન્સીઓને આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારનાં આ પગલાં સામે વિરોધ થઈ રહ્યા છે. ત્યાં એ સરકારે નાંખેલા રેલ્વેનાં પાટા અને સ્ટેશનોનો ઉપયોગ ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવનારી ટ્રેનો કરશે. જેમાં હાલ તો તેજશ ટ્રેન શરૂ થઈ ગઈ છે. તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં આજે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી તેજશ ટ્રેન સવારે સુરત રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા રેલ્વે કર્મચારી સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જયારે હાલ તો સુરતમાં વસતા ઉત્તર ભારતીયો લોકો માટે વધારાની ટ્રેનો નહીં મુકાશે તો તેઓ તેજશ ટ્રેનનો વિરોધ કરશે. તેવી ચીમકી બાદ સુરત રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે આજે તેજશ ટ્રેનનો વિરોધ થઈ રહ્યો છે. દેશને ખાનગી કંપનીઓને હવાલે કરવાનો વિરોધ થઈ રહ્યો છે.
સુરતમાં પહેલી વખત ખાનગી ટ્રેન તેજશ આવતા રેલ્વે કર્મચારીઓનો વિરોધ.
Advertisement