Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ : પ્રાથમિક મિશ્ર શાળા સુડીનાં શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરાયા.

Share

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાજ્યભર માંથી પસંદ કરવામાં આવેલા નિષ્ઠાવાન શિક્ષકો પૈકી આમોદ તાલુકાની સુડી પ્રાથમિક મિશ્ર શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી મહંમદ રફીક આઇ. ને ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેઓને ચિત્રકૂટ સંસ્થા દ્વારા ૧૫ જાન્યુઆરીના રોજ મોરારીબાપુનાં ગામ તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર તરીકે ૨૫૦૦૦ ની રાશિ શાળા સન્માનપત્ર તેમજ સૂત્ર માલાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી રફીક મોહમ્મદ આઈ.ને ચિત્રકૂટ એવોર્ડ પ્રાપ્ત થવાથી પ્રાથમિક શાળા તાલુકા તેમજ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ખાનગી રાહે વ્યાજ પર નાણાં લેતા પહેલા વિચારજો આ નાણાંની કડક ઉઘરાણી થઈ રહી છે..!! જાણો.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વરના અંતરિયાળ વિસ્તારમાં ઝરવાણી ગામે મોબાઈલ કનેક્ટિવિટીનો ગંભીર પ્રશ્ન થયો હલ…

ProudOfGujarat

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા એસ.ટી બસ સ્ટેશનમાં મુસાફરોનું ટેસ્ટિંગ શરુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!