ઝધડિયા તાલુકાનાં ગામડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક વધ્યો છે. જેમાં અગાઉ ગામ લોકોનાં કહેવાથી પાંજરા મુકવામાં આવતા અનેક દીપડા ઝડપાયા છે. થોડા દિવસ પહેલા જ ફુલવાડી ગામેથી પણ દીપડો ઝડપી લેવામાં આવ્યો હતો. પરંતુ હજુ પણ કેટલાક દીપડા ફરકાવવાની દહેશત લોકોમાં છે. ગઈ કાલે ફુલવાડી ગામે રહેતા હાર્દિક અશોક પટેલ ઝધડિયા જીઆઇડીસીમાંથી રાત્રિના સમયે કંપનીથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેઓ પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે દીપડાએ હુમલો કરતા તેમના પગના ભાગે દીપડાનો પંજો વાગતાં પગમાં ફેકચર થયું હતું અને આ દરમ્યાન દિપડો ભાગી છૂટ્યો હતો. તેઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે. ત્યારે ફુલવાડી ગામમાં હજુ પણ દીપડો હોવાથી વનવિભાગ પાંજરા મૂકે તો અન્ય લોકો પર થતા હુમલામાંથી છુટકારો મળી શકે છે.
Advertisement