Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના આછોદ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં જંબુસર અને માતર વચ્ચે સેમીફાઇનલ રમાઈ હતી અને બીજી સેમીફાઈનલ આછોદ અને મછાસર વચ્ચે રમાઇ હતી માતર અને જંબુસર વચ્ચેની સેમી ફાઈનલમાં માતરની ટીમ વિજેતા થઇ હતી અને આછોદ અને મછાસર વચ્ચે રમાયેલી મેચમાં આછોદ ટીમ વિજેતા થઇ હતી. બંને ટીમ ફાઇનલમાં આવ્યા બાદ ગઈકાલે એટલે કે બુધવારે ફાઇનલ મેચ રમાઇ હતી અને મેચની શરૂઆત ભારતીય પરંપરા મુજબ રાષ્ટ્રગીત વગાડી કરાઈ હતી. ફાઇનલ મેચમાં રોમાંચ જોવા મળ્યો હતો. માતરની ટીમએ પ્રથમ બેટિંગ કરતા 224 રન બનાવ્યા હતા અને દિલધડક મુકાબલામાં રોમાંચ બાદ આછોદની ટીમ છેલ્લી ઘડીએ રન ચેન્જ કરવામાં સફળ બની હતી.ફાઇનલ મેચમાં મોટી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડ ઉપર મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા.

જેમાં ભરૂચ જિલ્લાના અનેક ગામોના લોકો મેચ જોવા માટે આવ્યા હતા એટલું જ નહીં પણ મેચ જોવા માટે ગામની મહિલાઓ પણ ગ્રાઉન્ડ ઉપર આવી પહોંચી હતી.મેચ જોવા આવેલા મુખ્ય મહેમાન સુલેમાન ભાઈ જોલવાએ ગ્રાઉન્ડની પ્રશંસા કરી હતી અને ગ્રાઉન્ડ માટે 21000 હજાર રૂપિયા આપ્યા હતા.

ફાઇનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે આમોદ જંબુસરના ડીવાયએસપી ગોહિલ સાહેબ, એલસીબી પી.એસ.આઈ ઝાલા સાહેબ, જંબુસર વિધાનસભાના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,કોંગ્રેસ અગ્રણી સુલેમાનભાઈ પટેલ જોલવા,આમોદ તાલુકા પ્રમુખ ઉસ્માનભાઈ મીંદી, સરપંચ રમેશભાઈ,ગામના આગેવાન મૌલવી કાપડિયા, ઈકબાલભાઈ STD, ઇનાયત સોપાડીયા,જકવાન જાલ,અમરસંગ ટપાલી અને ગામના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે કોંગ્રેસનો હલ્લાબોલ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં તસ્કરોનો આતંક આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મંદિર ને નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી તસ્કરોએ ભગવાન ને પણ ન છોડી પોલીસ સામે પડકાર ફેંક્યો હતો.

ProudOfGujarat

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાવવાના એંધાણ ? ગુજરાત વિધાનસભાના સત્ર બાદ થઇ શકે છે જાહેરાત..આ રહ્યા કારણો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!