Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં જળસમાધી લીધી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામના રહીશ છોટુભાઈ વસાવાને બે દીકરી સગુણાબેન અને સરલાબેન,દીકરો સહદેવ,આદિવાસી પરિવારની આર્થિક પરિસ્થિતિ નાતંદુરસ્ત હોવાથી ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવતા હતા,અને ઘરના તમામ સભ્યો રણુજા રામપીર ભગવાનના ભક્તો હોવાથી રાજસ્થાથના રણુજા ખાતે દર્શન અર્થે અવરજવર રહેતી હતી,જેમાં છોટુભાઈ વસાવાની દીકરી સગુણાબેન રણુજા રમાપીરના ભક્તિના રંગમાં રંગાઇ ગઇ હતી,અને થોડા દિવસો પહેલા જ ભાંગોરી-નેત્રંગ ગામના ૫૦ થી વધુ ભક્તો રાજસ્થાનના રણુજાના રામાપીરના દર્શનાથે ગયા હતા,ત્યાં તે પણ હોંશેહોંશે ગઇ હતી,જ્યાં ભક્તિમાં લીન થઇને રણુજા રામાપીરના પરચા વાવડીમાં સવારના સમયે એકાએક જળસમાધી લઇ લેતા સાથે ગયેલા અન્ય દર્શનાર્થીઓને માલુમ પડતા ચકચાર મચી જવા પામી હતી,ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતક યુવતીના પાર્થિવ દેહને નેત્રંગના ભાંગોરી ગામે લાવવામાં આવ્યો હતો,અને ઢોલ-નગારાના વાજીંત્રો સાથે અબીલ-ગુલાલ સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી,અને ગામના સરપંચ નવજીભાઇ વસાવાના ખેતરમાં યુવતીને સમાધીમાં સમાવી ત્યાં દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવે તેવું સંવાદમાં જણાવ્યું હતું, હાલમાં ખુબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે,જાણવા મળ્યું છે,જેમાં સાથે ગયેલા દર્શનાર્થીઓ અને યુવતીના માતાપિતા સહિત પરિવારના સભ્યોએ સંવાદમાં જણાવ્યું હતું કે,સગુણાબેનએ ભગવાન રામાપીરની ભક્તિમાં લીન થઇને જળસમાધી લીધી છે.જે ભગવાનના દ્વારે ગઇ છે,જેની યાદમાં આવનાર સમયમાં ભજન-કિર્તન અને ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

પાલેજ નગરમાં ૭૪ માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના પ્રતિભા જીતેન્દ્રભાઈ ચૌધરીએ કોવિડ -૧૯ આધારિત લોકડાઉન દરમિયાન નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન આયોજિત અખિલ ભારતીય નિબંધ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો

ProudOfGujarat

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!