ભરૂચ શહેર અને જિલ્લામાં આજરોજ મકરસંક્રાંતિ એટલેકે ઉતરાયણ પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી થતી જોવા મળી હતી,ઠેરઠેર ધાબાઓ ઉપર લોકો પતંગ ચગાવતા નજરે પડ્યા હતા તેમજ ડી.જે ની અલગ અલગ ધૂન વચ્ચે વાતાવરણ કાયપો છે.એ લપેટ જેવા શબ્દોથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી લોકોએ ફાફડા જલેબી તેમજ ઊંધીયો સહિતની વાનગીઓ સાથે ધાબાઓ ઉપર જઇ ઉતરાયણ પર્વનું સેલિબ્રેશન કરતા નજરે પડ્યા હતા,અલગ અલગ પ્રકારના વેશ,તેમજ ગોગલ્સ સહિતના પહેરવેશનો લોકોમાં ક્રેઝ વધુ ક્રેઝ જોવા મળ્યો હતો.ઉતરાયણ નિમિત્તે ભરૂચના ધારાસભ્યએ પણ અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે CAA એકટ ના સમર્થનમાં પતંગ ઉડાવી હતી તેમજ લોકો વચ્ચે એકટ અંગેની ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આમ સવાર થી સાંજ સુધી જિલ્લામાં ઉતરાયણ પર્વની લોકોમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા જોવા મળ્યા હતા
Advertisement