અંકલેશ્વરમાં ઠંડી બાદ હવે તસ્કરો નિષ્ઠુર બની ગયા છે. શહેરનાં ચૌર્યાસી ભાગોળમાં ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા ચૌહાણ પરિવારનાં વડીલ બિમાર હોવાથી તેમની સેવામાં હોસ્પિટલ જતાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 60 હજાર કરતાં વધુની મત્તા પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર પંથકમાં ઠંડી નિષ્ઠુર બની છે અને તેને પગલે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે અને બીજી તરફ તસ્કરોએ તેમનો આતંક મચાવવાનું યથાવત રાખ્યું છે. જેમાં અંકલેશ્વર શહેરનાં ચૌર્યાસી ભાગોળમાં આવેલી ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં ફલેટ નં.204 માં રહેતા ઝહીર અબ્બાસ ચૌહાણના માતા બિમાર હોવાથી તેઓ ઘર બંધ કરીને પોતાનાં વતન વનમાલા જયાં તેમની માતા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યાં ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવીને ઘરનાં દરવાજનો નકૂચો લોક સાથે તોડી નાંખી ઘરમાં પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીનાં રોકડા રૂ.મળી 60 હજાર ઉપરાંતની મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જયારે તેઓ ઘરે પરત આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું જણાતાં તેમણે અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
અંકલેશ્વર શહેરમાં તસ્કરોનો આતંક પરિવારમાં વડીલ બિમાર થતાં પરિવાર દવાખાને ગયું અને તસ્કરો ઘર સાફ કરી ગયા.
Advertisement