સુરતના અનેક સ્લમ વિસ્તારોમાં લોકો જાણે નરકની જિંદગી જીવતા હોય તેવું જણાય આવે છે. તંત્ર પોતાની મસ્તીમાં તાગડધિન્ના કરી રહ્યું છે. સુરતના ઉધના સ્થિત સંજય નગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં નજીકની મિલનું ગંદુ અને પ્રદુષિત પાણી આ વસાહતની વચ્ચોવચથી વહી રહ્યું છે અને નાછૂટકે સ્થાનિક ગરીબ લોકોએ આવા પાણીમાંથી અવરજવર કરવી પડી રહી છે.ઝુંપડપટ્ટીની ગલીઓમાં વહેતા ગટર અને મિલનું કેમિકલ નું પ્રદુષિત પાણીથી સ્થનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક નાના બાળકો અને સ્થાનિક લોકો પાણીમાંથી અવરજવર કરવી પડી રહી છે.આ અંગે અનેકવાર મનપા તેમજ જીપીસીબીને જાણ કરાય છે છતાં બહેરા અને આંધળા તંત્ર આ પરત્વે આંખ અને કાન આડા કરી રહ્યું છે. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મનપા અને જીપીસીબીના અધિકારીઓ વાર તહેવારે મિલના માલિકો પાસેથી રૂપિયા અને મીઠાઈના બોક્ષ એઠતા આવ્યા છે અને તેથી ગરીબોની આવી દારુણ પરિસ્થિતિની એમને દરકાર શાની હોય. શું તંત્રમાં બેસેલા તાંત્રિકો મોટી રોગચાળાની ધટનાની રાહ જોઈ રહ્યું છે??? આ સમગ્ર ધટનાની લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે.
સુરત : ઉધના સ્થિત સંજય નગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં નજીકની મિલનું ગંદુ અને પ્રદુષિત પાણી વસાહતની વચ્ચે વહેતા સ્થાનિક લોકો પરેશાન.
Advertisement