Proud of Gujarat
FeaturedGujaratINDIA

આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરસેવા સદન દ્વારા પતંગ ના વિવિધ વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Share

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરાઓ તેમજ તુકકલોને કારણે મૂંગા પક્ષીઓના ગળાં કપાવાની તો તુકકલો દ્વારા નાની મોટી આગ લાગવાના બનાવો બનતા આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં પતંગના વેપારીઓ ચાઈનીઝ દોરા અને તુક્કલો વેચી ના શકે. આજરોજ ભરૂચ નગરસેવા સદન દ્વારા વિવિધ પતંગોના વહેપારીઓને સધન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તેમજ ચાઈનીઝ દોરા અને તુક્કલોના જથ્થાને જપ્ત કર્યો હતો તેમજ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ નગર સેવાસદનની આ કામગીરીને પગલે પતંગના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તરીકે સવિતાબેન અમરતભાઈ વસાવાએ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

રાજપીપળા જામાં મસ્જિદ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય શુક્રવારની નમાઝમાં ફક્ત 4 નમાજી નમાજ પઢશે.

ProudOfGujarat

દીવ વરસતા વરસાદને મન ભરીને માણતા રજા ઓ મનાવવા ગયેલા પ્રવાસીઓ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!