સુરત શહેર એટલે પતંગ રસિયાઓનું શહેર અહીં ઊંધિયું-જલેબી અને ફાફડાની સાથે સાથે પતંગ દોરાનો શોખ ધરાવનારા લોકોનો મોટો વર્ગ છે.
ત્યારે સુરત એ પતંગો માટે પણ જાણીતું શહેર છે. ત્યાં 97 વર્ષથી ધનશ્યામભાઇનું પરિવાર પતંગોનાં ધંધામાં છે તેમની પાછલી ત્રણ પેઢી પતંગનો વ્યવસાય ચલાવી રહી છે.
આજે તેઓ ત્રીજી પેઢી બાદ તેમનો પુત્ર પણ પતંગનાં ધંધામાં છે. જયારે દેશમાં હાલ અવનવી પતંગો બજારમાં આવી છે ત્યારે 97 વર્ષથી સુરતમાં નામનાં ધરાવતા ધનશ્યામભાઈએ આજનાં સમય અંગે કહ્યું હતું કે આજે દેશમાં ભયંકર મંદી છે.
આજ 68 વર્ષમાં મારી જીંદગીમાં આટલી ભયંકર મંદી નથી જોઈ. લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ છે. લોકો બચત કરવા લાગ્યા છે. લોકોએ મોજશોખ પાછળ ઓછો ખર્ચ કરે છે તેમ જણાવ્યું.
Advertisement