સુરત શહેરમાં ઉત્તરાયણના દિવસોમાં આકાશમાં પતંગ ચગાવવાની અને એકબીજા સાથે પેચ લગાવવાની, કાપ્યો છે, એ લપેટથી આકાશ ગુંજતુ રહે છે. તો કેટલાક શહેરીજનો પેચ લેવા માટે ચાઇનીઝ-પ્લાસ્ટિકના દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ દોરા આકાશમાં ઉડતા પક્ષીઓ માટે ઘાતક સાબિત થતા હોવાથી સુરત જિલ્લા કલેકટરે આ દોરી વેચનારાઓ સામે ફોજદારી કાર્યવાહી કરીને કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષી બચાવો માટે કરુણા અભિયાન ચલાવાશે. જેના માટે ટીમો તથા સેવાભાવી સંસ્થાઓ, કેમ્પો, ડૉકટરોની ટીમો તૈયાર થઇ ગઇ છે.
દરમ્યાન જિલ્લા વહીવટી તંત્રએ આ અભિયાનના ભાગ રૂપે તમામ શાળાના વિદ્યાર્થીઓ ને જોતરવાનો અભિગમ દાખવ્યો છે. જે અંતર્ગત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવામાં આવશે કે ‘હું ચાઈનીઝ દોરી કે બલૂનની ખરીદી નહીં કરીશ અને વેંચતા હશે તો 100 નંબર પર જાણ કરીશ ‘તમામ શાળામાં ફરજીયાત શપથ લેવડાવવામાં આવશે. શપથ બાદ શાળાએ પોતાનું નામ સરનામું અને શપથ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને તારીખ, જીલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાની રહેશે તેવી તાકીદ કરાવવા માં આવી હતી.
સુરત : ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ ચાઈનીઝ દોરી અને બલૂનનો ઉપયોગ નહીં કરવા વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા.
Advertisement