હાલ જયારે દેશભરમાં સરકાર દ્વારા સગર્ભાઓ અને નવજાત શિશુ માટે મીશન ઇન્દ્રઘનુષ યોજના અંર્તગત માતાને એક અને બાળકને આઠ પ્રકારની રસીનું રસીકરણ કરવામાં આવી રહયું છે ત્યારે મીશન ઇન્દ્રઘનુષ અંર્તગત આસિસ્ટન્ટ ડાયરેકટરની લીંબડી ખાતે મુલાકાત કરી હતી. હાલ જયારે મીશન ઇન્દ્રઘનુષ યોજના અંર્તગત આરોગ્ય ટીમો ખડેપગે કામગીરી કરતી જોવા મળી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો ઇન્દ્રઘનુષ યોજના અંર્તગત સગર્ભા માતાને યોજના અંર્તગત ઘનુરની રસીનું રસીકરણ કરવામાં આવે છે અને 0 થી 2 વર્ષયના બાળકને આઠ પ્રકારની રસી જેવી કે, બીસીજી, પેનટા વેલેન્ટ, ઓરલ પોલીયો, ઇનજેકટબલ પોલીયો, એમ.આર, વિટામીન એ, ડીપીટી, રસી આપવામાં આવે છે.
ત્યારે શહેરના ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં આવા પ્રકારની રસીનું જ્ઞાન નથી હોતું ત્યારે આવા વિસ્તારોમાં મીશન ઇન્દ્રઘનુષ અંર્તગત બ્લોક હેલ્થ દ્વારા કેમ્પ યોજી સગર્ભાઓ અને 0 થી 2 વર્ષના બાળકનું રસીકરણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ આસિસ્ટન્ટ ડાયરેકટર સતિષ મકવાણા અમદાવાદે ખુદ જાતે લીંબડીના ઝુંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લઇને આવી સગર્ભા મહિલાઓ અને બાળકોને રસીકરણ કરવા પ્રેરીત કર્યા હતા અને રસી વિષયક જ્ઞાન પૂરું પાડયુ હતું. ત્યારે આવા વિસ્તારના ગરીબ લોકોને સાચી માહિતી અને રસી બાબતે જ્ઞાન થતા રસીકરણ કરાવવા આવ્યા હતા ત્યારે લીંબડી બ્લોક ઓફીસર જયમીન ઠકકર, મોનોજભાઇ , અને અન્ય વર્કરોએ સારી એવી કામગીરી કરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : મીશન ઇન્દ્રઘનુષ અંર્તગત આસિસ્ટન્ટ ડાયરેકટરની લીંબડી મુલાકાત.
Advertisement