Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર કે.એમ મકવાણાનો વિદાય સમારંભ યોજાયો.

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસમાં તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર(મ.પ.હે.સુ) તરીકે ફરજ બજાવતા કે.એમ મકવાણા તારીખઃ-૩૧/૧૨/૧૯ ના રોજ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે યોજાયો હતો. તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર(મ.પ.હે.સુ) કે. એમ. મકવાણાએ ૩૬ વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવીને અનેક લોકોને આરોગ્ય વિષય માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ. વિદાય સમારંભમાં જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડીઆઇઇસીઓ સી.યુ. ઠાકોર સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર (મ.પ.હે.સુ) તરીકે નિવૃત થયેલ કે.એમ મકવાણાએ વિવિધ સ્થાનો પર લોકોને સતત આરોગ્ય શિક્ષણ આપ્યુ હતુ. વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર(મ.પ.હે.સુ) તરીકે ફરજ બજાવતા કે.એમ મકવાણા તારીખઃ-૩૧/૧૨/૧૯ના રોજ વય નિવૃત થયા હતા. સતત હસતા અને મિલનસાર સ્વભાવના કેે.એમ. મકવાણા વિરમગામ તાલુકામાં સતત લોક સંપર્કમાં રહી કુટુંબ કલ્યાણ ઓપરેશન, રસીકરણ, કેન્સર સહાય, મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ સહિત આરોગ્ય વિષયક માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહેતા હતા. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આયોજીત તાલુકા મપહેસુ કે.એમ.મકવાણાના વિદાય સમારંભમાં અધિકારી કર્મચારીઓએ તેઓને નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી હતી.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

વડોદરાના કમાટીબાગમાં લટાર મારવા નીકળેલ 3 ફૂટના મગરનું રેસક્યુ કરાયું.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, રિવર રાફટીંગ વગેરેની લીધેલી મુલાકાત

ProudOfGujarat

અંકલેશ્વરમાં આવેલા ગડખોલ પાટિયા પાસે કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે 19 વર્ષની અંજુબેનએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!