ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા આજે કલેકટરને આવેદન આપવામાં આવ્યું જેમાં ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ એક મહિનામાં લાવવા જણાવવામાં આવ્યું હતું,ઉલ્લેખનીય છે કે ખેડૂત હિત રક્ષક દળ દ્વારા અનેકવાર આવેદન આપવામાં આવ્યા છે જેનો નિરાકરણ ન આવતાં આજે રોષે ભરાયેલા ખેડૂતોએ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. આજે ખેડૂત ચેતના યાત્રા જે આખા જિલ્લામાં નીકળી હતી એનું વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ખેડૂત આગેવાન સાગરભાઈ રબાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની માંગણીમાં જિલ્લામાં લાગુ કરેલ પીસીપીઆઇઆર યોજનાને નાબૂદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું,તો સાથે સાથે સરકાર ખેતીપંચ બનાવે,તેમજ લેન્ડ લુઝરને રોજગારી આપે,નહેરનું પાણી સમયસર મળે,પાક નુકશાની વળતર વહેલું મળે,ઉદ્યોગોનું પ્રદૂષણ દૂર થાય,વધી રહેલા ક્ષારનું પ્રમાણ ઘટાડવામાં આવે,પાક વાવણીની ૭ અને ૧૨ ના ઉતારામાં વાવણીના સમયે જ નોંધ કરવામાં આવે જેવી માંગણીઓ ખેડૂતોએ કરી હતી. સમાપન સભાના દરેક તાલુકાના વરિષ્ઠ ખેડુત આગેવાનો ની હાજરી આવનાર દિવસોમાં પરિવર્તનની લહેરની સુચક હોય એવું સ્પષ્ટ હતું ,ગણેશ સુગરનાં ડિરેક્ટર ઝનોરના પ્રતાપસિંહ માટિએડા, કિરણ પટેલ, મેહબૂબ કાકુજી, ચંદ્રસિંહ રાજ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન રાજેન્દ્રસિંહ રાણા, શેરખાન પઠાન, મહેન્દ્રસિંહ રાજ વગેરે હાજર રહ્યાં હતાં.
ભરૂચ : ખેડૂત પ્રશ્નોનું એક મહિનામાં નિરાકરણ જાહેર કરવા ખેડૂતોની કલેકટરને ઉગ્ર રજૂઆત.
Advertisement