Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાની આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનોએ આજે 14 જેટલી માંગણીઓને લગતું આવેદનપત્ર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હેઠળ જીલ્લા કલેકટરને આપ્યું હતું.

Share

રાજયભરની આંગણવાડી કેન્દ્રનાં સંચાલિકા બહેનોને કામગીરી કરતાં ઓછો પગાર અને ઉપલા અધિકારીઓ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ સહિત દિવસભર થકવી નાંખતી કામગીરી, રોજ સેલ્ફીથી હાજરી સહિત અનેક કામગીરી કરતી હોવા છતાં ઉપલા અધિકારીઓ કામગીરી નથી કરતાનાં ઠપકા સહિત કુપોષણ મામલે અપાતા ઠપકા બાદ પણ આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા કામગીરી કરવા છતાં પગાર વધારો આપતા નથી. ત્યાં આજે ભરૂચની આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ જીલ્લા પ્રમુખ રાગિણીબેન સાથે જીલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગણી કરવામાં આવી હતી કે આઇ.સી.ડી.એસ નું સીધું કે આડકતરું ખાનગીકરણ બંધ કરો તમામને 21000 લધુત્તમ પગાર આપો, લધુત્તમ પેન્શન આપો, આંગણવાડી વર્કર અને હેલ્પરને લધુત્તમ વેતનનાં શિડયુલમાં સમાવેશ કરો, કાયમી દરજજો આપી 21 હજાર પગાર આપો. દેશનાં અન્ય રાજ્યોમાં જે પગાર આપે છે તેટલો પગાર આપો, સુપરવાઈઝરમાંથી મુખ્ય સેવીકા અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન કેન્દ્રમાં આપો, મીની આંગણવાડીને ફુલટાઈમ આંગણવાડીમાં પરિવર્તન કરો, વન ટાઈમ જીલ્લા તાલુકા ફેરબદલી આપતો હુકમ કરો, બાળકોને અપાતાં ફળફળાદી, શાકભાજી, મસાલામાં ભાવવધારો આપો તેમજ પેન્શન આપો, પ્રોવિડન્ડ ફંડ, ગ્રેચ્યુઈટી, ઇ.એસ.આઇનો લાભ આપો સાથે મોબાઈલ ફોન ઉપર ડેટા મૂકવાનો આદેશ પાછો ખેંચો તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપારડીમાં નાની બાળકીએ પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ મહિલાનો મૃતદેહમાં પતિ જ નીકળ્યો હત્યારો..

ProudOfGujarat

નડિયાદમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!