સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી હોવાના આરોપ સાથે ધાનાણીએ જણાવ્યું હતું કે, આરોગ્યનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે. ખાનગી ઉદ્યોગપતિઓને આરોગ્ય આપતાં દવાખાના આપી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં ડોક્ટરની ઘટ છે તેમ છતાં સરકાર કંઈ કરતી નથી જેના કારણે બાળકોના મોત નીપજે છે. સરકારની આંખ ઉધાડવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી રાજીનામા આપે તેવી માંગ કરવાની સાથે સાથે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યાં હતા. સરકારની નીતિઓ અને સરકાર સામે નારેબાજી કરતાં કોંગી કાર્યકરોએ બેનર અને કટઆઉટમાં સ્લોગન લખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.
Advertisement