Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સરકારી શાળાના આચાર્યે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થવા બનાવ્યા મેથ્સનાં QR કોડ.

Share

બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે,ત્યારે ખાસ ગણિતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગણિતનો હાઉ ડરાવતો હોય છે. બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થતા હોય છે,અને આ વખતે ગણિત-વિજ્ઞાાનનો અભ્યાસક્રમ બદલાયો હોવાથી વિદ્યાર્થીઓને સહજ ચિંતા પણ છે ત્યારે સુરતના સરકારી શાળાના આચાર્યે ધોરણ દસના વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે ગણિતના કુલ 70 વિડિયો બનાવ્યા છે.

તેના QR કોડ રીલીઝ કર્યા છે જેથી વિદ્યાર્થીઓમાં ગણિતની પરીક્ષા માટે જે ભય છે તેને દૂર કરવામાં મદદરૂપ બને છે.એક તરફ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ મોંઘા કોચિંગ લેતા હોય છે ત્યારે મસમોટી ફી નહીં ભરી શકનાર વિદ્યાર્થીઓ માટે સુરત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 114 સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેશ મહેતાએ આવનારી ધો-10 ની ગણિતની પરીક્ષામાં ઉપયોગી થઇ શકે એવા નવી પેપર સ્ટાઇલના દાખલાના સોલ્યુશનના વિડિયો તૈયાર કર્યા છે.આજે દરેક લોકો પાસે સ્માર્ટ ફોન હોય છે.

બીજી તરફ ગણિતનું પેપર દરેક વિદ્યાર્થી અને વાલીઓને ભયભીત કરે છે જેથી સરકારી શાળાના આચાર્યએ આ પહેલ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી અને મદદરૂપ બને એવું વિડીયો અને તેના QR કોડ તૈયાર કર્યા છે.આચાર્ય નરેશ મહેતાએ “નરેશમહેતાએડયુ”ચેનલ પર અપલોડ કર્યા છે. કુલ 70 વિડિયો છે.હાલ ગણિત-વિજ્ઞાાનનો અભ્યાસક્રમ બદલાયો છે જેની ચિંતા પણ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે ત્યારે આ QR કોડના માધ્યમથી જે વિડીયો છે તેને જોઈ બોર્ડના વિદ્યાર્થીઓને નવી પેપર સ્ટાઇલ મુજબ દાખલાઓ સમજવામાં આસાન બનશે. જો વિદ્યાર્થીઓને કોઇ ચેનલ કે વોટસએપમાં લિંક ન મેળવી શકે તો કોડ સ્કેન કરીને વિડિયો નિહાળી શકે. આચાર્ય નરેશ મહેતા દર વર્ષે કોઇપણ કારણસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓને એક્ષ્ટર્નલ પરીક્ષા માટે ફ્રી માં તૈયારી કરાવે છે.એવું જ નહીં નરેશ મહેતાના ગણિત, અંગ્રેજી અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિડિયો અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોઇ ચુક્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાતુર બનેલા નરેશ મહેતાના આ પ્રેરણાદાયી કાર્યને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિરદાવ્યુ હતું.નરેશ મહેતાએ જણાવ્યુ હતું કે આ વર્ષે અભ્યાસક્રમ સાથે પેપરસ્ટાઇલ પણ બદલાઈ છે. એક આંકડા મુજબ દર વર્ષે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે જેમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માત્ર ગણિતમાં જ નાપાસ થઈ જતા હોય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ગણિતના પેપરને લઈ ભયભીત અને માનસિક તાણમાં હોય છે. જેથી તેઓને આ ટેકનોલોજીના ઉપયોગથી તેમનામાં પરીક્ષાનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના 542 વીડિયોમાં 85 બોર્ડ પરીક્ષા સંદર્ભના વિડીયો છે જેના 70 QR કોડ બનાવ્યા છે. નવા અભ્યાસક્રમના લગભગ તમામ પ્રકારના દાખલાઓ અને તેની રીત આ વિડિયોમાં છે.  કેટલાક વિદ્યાર્થીઓ ટયુશન પણ જઇ શકતા નથી. પરંતુ લગભગ તમામના ઘરે એન્ડ્રોઇડ મોબાઇલ તો હોય છે જેની મદદથી તેઓ ઘરે બેઠા ઓનલાઇન એજ્યુકેશન મેળવી શકે છે. 

Advertisement

Share

Related posts

ભરૂચ રાજ્યમાં કોરોના સંક્રમિત વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં ફરજ દરમ્યાન મોત થવાથી પોલીસ અધિકારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

ProudOfGujarat

*ભરૂચમાં જેલના કેદીઓના પુનર્વસન માટે સંભવ ઈનીસીએટીવ દ્વારા કોશિશ કી આશકેન્દ્રનું ઉદ્ઘાટન*

ProudOfGujarat

અમદાવાદ : બજરંગ દળ દ્વારા એક મોલમાં પઠાણ ફિલ્મના લાગેલ પોસ્ટરોની તોડફોડ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!