સુરત ખાતે આયોજીત અવંતિકા એવોર્ડ સમારંભમાં ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલ કે.પી.એસ એકેડમીના આચાર્યને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામનાં એવોર્ડથી સન્માનિત કરી બેસ્ટ આચાર્યનો એવોર્ડ સુપ્રત કરાતા પાલેજ નગરના ગૌરવમાં વધારો થઈ રહ્યો છે.વિશ્વ ભરતી ઇન્ટરનેશનલ સ્કૂલ સુરત ખાતે અવંતિકા ગ્રુપ દ્વારા આયોજિત એવોર્ડ સમારંભમાં પાલેજ ખાતે કાર્યરત અંગ્રેજી મીડિયમ સ્કૂલના આચાર્ય મનોજ ભાઈ તિવારીને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ 2019 નામે જાણીતો એવોર્ડ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સન્માન સાથે એનાયત કરવામાં આવ્યો છે ગુજરાતભરમાંથી જાણીતા શિક્ષકો આચાર્યોમાં પાલેજ કે.પી.એસ એકેડમીના નવ ચેતન સ્કૂલના આચાર્ય શ્રી મનોજ તિવારીને આમંત્રણ પાઠવીને ૨૧ વર્ષથી અશક્ત કમજોર મગજના ત્રણ હજાર બાળકોને શાળામાં કેણવણી આપવા બદલ સન્માન પત્ર એનાયત કરાયું હતું. શાળામાં પાંચ દિવસની સ્પોર્ટ ડે ઉજવણીના પ્રથમ દિવસે પાલેજ ગ્રામ પંચાયતના અગ્રણી સલીમ ભાઈ વકીલ તથા શાળાના આચાર્ય કિરણ ગૌર તથા શિક્ષકગણ વિદ્યાર્થીઓએ કે સ્કૂલના આચાર્ય શ્રી તિવારીએ અભિનંદન પાઠવ્યા હતા.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ