Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે યોગ્ય વ્યવસ્થાનાં અભાવે આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે છેલ્લા 4 વર્ષથી પોસ્ટમોર્ટમ માટે મૃતકના પરિવારજનોને કલાકો સુધી પોસ્ટમોર્ટમ સેન્ટર પર ડેડબોડી સાથે બેસી રહેવું પડે છે તેનું મુખ્ય કારણ પોસ્ટમોર્ટમ માટે ડોકટર સમયસર હાજર ના રહેતા તકલીફ રહે છે.આકસ્મિક સમય પર પોસ્ટમોર્ટમ માટે કોઈ પણ પ્રકારની સહાયતા પ્રશાસન પાસેથી મળતી નથી. કલાકો સુધી મૃતક બોડી પડી રહે છે પરંતુ કોઈ પણ પ્રકારની તાત્કાલિક સહાયતા મળતી નથી આ પ્રકારની અવ્યવસ્થાથી દેખાઈ આવે છે કે માનવતા પરવારી ચુકી હોય એવું લાગે છે. ડોકટર વહીવટ અને હોસ્પિટલ વચ્ચે કોમ્યુનિકેશન ગેપને કારણે મૃતકના પરિવારજનોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે.નગરપાલિકા ડિસ્પેન્સરી પાસે ડેડબોડી મુકવા માટે કોલ્ડ રૂમની પણ વ્યવસ્થા નથી જેના કારણે બોડી પણ ડેટ્રીઓરેટી થવાની સંભાવના રહે છે.માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી આપ સાહેબને નમ્ર વિનંતી કે સતત ચાર ચાર વર્ષથી આ પ્રકારની સ્થિતિ ઉદભવે છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી વારંવાર આ પ્રકારની તકલીફ સમયાંતરે થતી રહે છે.આપ સાહેબને વિનંતી આ મુદ્દે તાત્કાલિક અસરથી પોસ્ટમોર્ટમ માટે પરિવારજનો એ કલાકો સુધી રાહ જોવી પડે છે. આ કપરા સમયમાં ડોકટર હાજર ના હોવાથી પરિવારજનોના દુઃખ માં વધારો થાય છે તેઓ કપરી પરિસ્થિતિમાં મુકાય છે. આ અમાનવીય હરકત તબીબની ગેરહાજરીને કારણે થાય છે જેને તાત્કાલિક અસરથી સુધારવામાં આવે અને અસરકારક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ સાથે એસ.ડી.એમ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.જે પ્રસંગે લોકસરકાર ઇન્ચાર્જ પ્રતીક કાયસ્થ, નગરપાલિકા વિપક્ષના ઉપનેતા શરીફ કાનૂગા, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, કેયુર રાણા, વિનય પટેલ, અસલમ હાટીયા, હેમંત પટેલ, હરીશ વસાવા, પપ્પુ શેખ, હનીફ ભરુંચી, કેલ્વિન સ્મિત, સિકંદર કડીવાળા, ઝેક મુલ્લા, વિરલ રજવાડી વિગેરે આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઇ.

ProudOfGujarat

સુરત : દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વોર્ડ નંબર 16 માં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!