ભારતના ચુંટણીપંચની સુચના મુજબ અને માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની રાહબરી હેઠળ નર્મદા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા તા. ૧/૧/૨૦૨૦ ના રોજ ૧૮ વર્ષની વયની લાયકાત સંદર્ભે ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકના નામ મતદારયાદીમાં નામ નોંધણી માટે તેમજ મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા માટે નર્મદા જિલ્લામાં તા. ૧૬ મી ડિસેમ્બર, ૨૦૧૯ થી તા.૧૫ મી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી હાથ ધરાયેલી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી સંદર્ભે તા.૫ મી જાન્યુઆરી, ૨૦૨૦ ને રવિવારના રોજ નર્મદા જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકો ખાતે ખાસ ઝૂંબેશની કામગીરી હાથ ધરાશે. તદ્દઅનુસાર તા.૫/૦૧/૨૦૨૦ ને રવિવારના દિવસે નર્મદા જિલ્લામાં તમામ મતદાન મથકોમાં બુથ લેવલે BLO ની હાજરીમાં સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી હાથ ધરાનારી ખાસ ઝૂંબેશની આ કામગીરીમાં અન્વયે મતદાર યાદીમાં નવાં નામો દાખલ કરવાં, નામ કમી કરવા તેમજ નામ-સરનામા ફોટો સુધારવા વગેરે જેવી વિગતોમાં જરૂરી સુધારા વધારા માટેના હક્ક દાવાઓ નિયત નમુનામાં સ્વીકારવામાં આવશે. જેથી નર્મદા જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની હાથ ધરાયેલી ઉક્ત ઝૂંબેશ-કામગીરીનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચુંટણીપંચની વેબસાઇટ તેમજ મોબાઇલ એપ્લીકેશન ટ્રોલ ફ્રી વોટર હેલ્પ લાઇન નંબર-૧૯૫૦ પરથી મતદાર યાદીની ચકાસણી કરી શકાશે અને કોઇપણ પ્રકારની માહિતી માટે માર્ગદર્શન મળી રહેશે જેની નોંધ લેવા પણ જણાવાયું છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી