સુરત કતારગામ અને વેડરોડ વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી ચાલી રહેલી સુર્યા મરાઠી અને મનુ ડાહ્યાની ગેંગ વોરમાં થર્ટી ફર્સ્ટની મધરાતે મનુ ડાહ્યાના સાગરીત ભરત મેવાડાના ભાઈ સહિત 7 યુવાનોએ ધ્વતારક સોસાયટીના ગેટ નં.1 પાસે સુર્યા મરાઠીના બે માણસોને ઝડપી પાડી તલવાર અને ચપ્પુ વડે હુમલો કરતાં એક યુવાન મોતને ભેટયો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ અને વેડરોડ વિસ્તારમાં ગતરોજ થર્ટી ફર્સ્ટની રાતે 12 વાગ્યે ત્રણ ટુ વ્હીલર ઉપર રૂત્વિક પ્રકાશભાઈ જોગી ( રહે. એ/63, આનંદ પાર્ક સોસાયટી, વેડરોડ, સુરત. મૂળ રહે. મહારાષ્ટ્ર ), ચંદ્રકાન્ત ઉર્ફે ચિરાગ મુકેશભાઈ પટેલ, આઝાદ ખાન, વિશ્વનાથ અને તેના બે મિત્રો ભરત મેવાડાને પરેશાન કરી પરત ભાગતા હતા તે સમયે ધ્વતારક સોસાયટીના ગેટ નં.1 પાસે રૂત્વિકનું મોપેડ ભરતના ભાઈ હિતેન્દ્ર ઉર્ફે ભુરીયા, અભિષેક ઉર્ફે શિખડો વર્મા, મિત ઉર્ફે મોન્ટુ તેમજ અન્ય ચાર યુવાનોએ પકડી લીધું હતું. તમામે તલવાર અને ચપ્પુ વડે બંને ઉપર હુમલો કરી રૂત્વિકને માથાના પાછળના ભાગે, જમણા ખભા અને પડખામાં ઘા ઝીંક્યા હતા.જયારે ચંદ્રકાન્ત ઉફે ચિરાગને ઘેરી લઇ ઉપરાચાપરી ઘા ઝીંકતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. ચંદ્રકાન્ત ઉફે ચિરાગને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા કતારગામ પોલીસ દોડી ગઈ હતી અને રૂત્વિકની ફરિયાદના આધારે હિતેન્દ્ર ઉર્ફે ભુરીયા, અભિષેક ઉર્ફે શિખડો વર્મા, મિત ઉર્ફે મોન્ટુ તેમજ અન્ય ચાર યુવાનો વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી હિતેન્દ્ર ઉર્ફે ભુરીયા, અભિષેક ઉર્ફે શિખડો વર્મા, મિત ઉર્ફે મોન્ટુની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પી.આઇ બી.ડી.ગોહિલ કરી રહ્યા છે.
સુરત થર્ટી ફર્સ્ટની રાત્રે કતાર ગામમાં ગેંગ વોરમાં એકની હત્યા કરનાર ચાર લોકો ઝડપાયા.
Advertisement