Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવાના હુકમ પર શાળાના સંચાલકોનો વિરોધ.

Share

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 1 જાન્યુઆરીથી વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી ફરજીયાત કરવા માટે આદેશો અપાયા હતા.તેનો વિરોધ ખાનગી શાળાના સંચાલકો કરી રહ્યા છે. સુરતની ૨૦૦ જેટલી ખાનગી શાળાના સંચાલકોએ ઓનલાઇન હાજરીનો વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે સરકારને અગાઉ શાળા સંચાલકોએ જે માંગણીઓ કરી હતી તે હજુ પણ પૂરી કરી નથી અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઇન હાજરીનો વિરોધ કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને ખાનગી શાળાના સંચાલકોને 1 જાન્યુઆરીથી ફરજીયાત ઓનલાઇન હાજરી પુરવાનો હુકમ જારી કર્યો હતો. જોકે શાળા સંચાલકો દ્વારા અગાઉ સરકારને રજુ કરાયેલી માંગણીઓ પૂરી ન કરાતા સુરતની ખાનગી શાળાના સંચાલકો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાકલમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ.

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનાં વાયરમેન સુરક્ષા સાધન વિના કામ કરતા હતા ત્યારે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વરની હોટલમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!