સુરતના ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસમાં કોર્ટે પત્ની પ્રેમી તથા ડ્રાઈવરને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતાં સુરત પોલીસને પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. સુરતના પાર્લે પોઇન્ટ જેવા પોશ વિસ્તારમાં આવેલી સર્જન સોસાયટીમાં ગત તારીખ 27 જૂન 2016 ની રાત્રે દિશીત જરીવાલા નામના પરિણીતાની હત્યા થઈ હતી. જે બાદ સુરત પોલીસે તેની હત્યાનો આરોપ તેની પત્ની વેલસી જરીવાલા, તેણીનો પ્રેમી સુકેતુ હર્ષદ મોદી તેમજ મદદની સાગરીત ડ્રાઇવર તરીકે ધીરેન્દ્ર જબ્બર સિંહ ચૌહાણ ઉપર મૂક્યો હતો. આ ચકચારી હત્યાકેસ સુરતની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી ત્રણેયને નિર્દોષ જાહેર કરતાં સુરત પોલીસના સજ્જ પુરાવા હોવાના દાવાઓ પોકળ સાબિત થયા હતા. તહોમતદારો વતી એડવોકેટ કિરીટ પાનવાલા, સમીરા મલિક તેમજ રોહન પાનવાલાએ ધારદાર દલીલો કરી પોલીસ દ્વારા જે સંયોગિક પુરાવાઓ રજૂ કરાયા હતા તેને પોકળ સાબિત કર્યા હતા.
સુરત ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસમાં ત્રણ નિર્દોષ જાહેર.
Advertisement