ભરૂચ જીલ્લામાં ભૂતકાળમાં આખાને આખા ATM મશીન ઉઠાવી જવાની ધટનાઓ બની હતી. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જીલ્લાઓની ગેંગનાં સભ્યો ભૂતકાળમાં ઝડપાયા હતા. ત્યાં ભરૂચ જીલ્લામાં શિયાળાની ઠંડીમાં વધારો થતાં નિશાચરો ફરી સક્રિય થયા છે. જેમાં તા.29-12-19 ના રોજ અંકલેશ્વર GIDC ની વાલીયા ચોકડી નજીક આવેલ ઓમકાર શોપિંગ-2 માં ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક આવેલી છે. જેમાં બેંકનાં મેનેજર રતીલાલભાઈ પટેલને બેંકનો દરવાજો તૂટેલો જોતાં શંકા જતાં તેમણે ATM વાળા રૂમમાં ગયા હતા જયાં તેમણે ATM ને કોઈક દ્વારા સ્ક્રુ ડ્રાઈવરથી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જયારે તેમણે બેંકમાં જઇ CCTV કેમેરા ચેક કરતાં એક યુવાન CCTV મશીન સાથે છેદછાડ કરી તેમાંથી રૂપિયા કાઢવાનો પ્રયાસ કરતો હોવાનું માલુમ પડતાં આજે બેંકનાં અધિકારી હિતેનભાઇ પટેલએ શહેર પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ આપતા પોલીસ અજાણ્યા યુવાનનાં CCTV ફૂટેજના ફોટો આધારે તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ ઉજજીવન બેંકનું ATM તોડીને રૂપિયાની ચોરી કરવાનાં પ્રયાસમાં યુવાન CCTV કેમેરામાં કેદ થયો હતો.
Advertisement