વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા હજારો પ્રવાસીઓ આવે છે.ત્યારે આ પ્રવાસીઓને પાણી પીવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા થઇ રહી છે.હાલ વડોદરાની એક સંસ્થા દ્વાારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં મફતમાં પાણી આપવામાં આવી રહ્યું છે.વડોદરાની એક્વાપોઇન્ટ સંસ્થા દ્વારા રોજ હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓને પીવા માટે પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી ૬ વોટર ATM મુકવામાં આવ્યાં છે. જેથી કોઇપણ વ્યક્તિ પોતાની બોટલ કે પાણી ભરવાનાં વાસણમાં પાણી લઇ શકે છે.તે પણ વિનામૂલ્યે છે. જ્યારે તેમની પાસે પ્લાસ્ટિકની બોટલો પણ મુકવામાં આવી છે.જો કોઇ પ્રવાસીને સંસ્થાની બોટલમાં પાણી જોઇએ તો તેમને તે માટે 50 રૂપિયા ચુકવવાનાં રહેશે. સરકાર દ્વારા વડોદરાની આ સંસ્થાને હાલમાં ટ્રાયલબેઝ કામ સોંપાયું છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા હાલ આ સંસ્થા ૬ ટેમ્પામાં ATM મશીનો મૂકી પ્રવાસીઓને મફતમાં પાણી વિતરણ કરી રહી છે. સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોગોવાળા પ્લાસ્ટિકનાં બોટલો પણ વેચ્યા હતા.
રાજપીપળા, આરીફ જી કુરેશી