ભરૂચ સીવીલ હોસ્પીટલને એક રૂપિયાનાં ટોકન ભાડે આપનારી સરકાર હવે સીવીલ હોસ્પીટલના અંધેર વહીવટની પણ તપાસ કરે તે જરૂરી છે. ભરૂચ સીવીલ હોસ્પીટલમાં બાળક પેદા થયા પછી લેવાતા ટાંકાઓ તૂટી જતાં પ્રસૂતાઓની હાલત દયનીય બની ગઈ છે. ભરૂચની આ સરકારી હોસ્પિટલમાંથી જો મોબાઈલની ચોરી થતી હોય તો બાળકોની ચોરી નહીં થાય તેવી ગેરંટી કોણ આપશે તેવી એક મહિલાએ વેધક પ્રશ્ન સીવીલ સંચાલકોને પૂછ્યો છે. ભરૂચની સરકારી કહેવાતી સૌથી મોટી સીવીલ હોસ્પીટલમાં આડેધડ વહીવટ ચાલી રહ્યો છે.દર્દીઓની હાલત દયનીય છે. અહીં દવાઓ બહારથી લાવવાની ફરજ પાડવામાં આવે છે. દર્દીઓને એમ્બ્યુલન્સ માટે પણ ખાનગી વાહન ચાલકો પર નિર્ભર રહેવું પડે છે. દર્દીઓ માટે પીવાનાં શુદ્ધ પાણીની સમસ્યા છે. અહીં શૌચાલય સાફ થતાં નથી. રૂમોની સફાઈ થતી નથી. કેટલીક વખત હોસ્પીટલમાં કૂતરા ફરતા હોય છે. આવી તો ધણી સમસ્યા ભરૂચ સીવીલ હોસ્પીટલમાં છે, પરંતુ આ મોટાં હોસ્પીટલના સંચાલકોને કહેવાની કોઇની હિંમત નથી કે કઇ કહી શકે. કેમ કે હવે સંચાલકો પાછળ સત્તાધીશો અને તેમના સાથીઓના આશીર્વાદ છે. હાલ ભરૂચ સીવીલ હોસ્પીટલમાં સમસ્યાઓનો રાફડો ફાટ્યો છે અને તેના નિરાકરણ માટે લાખો કરોડો સરકાર રકમ ફાળવે છે પરંતુ પરીણામ શુન્ય જ આવે છે.
ભરૂચ સીવીલ હોસ્પીટલમાં કેટલાક દર્દનાક કિસ્સાઓ બહાર આવ્યા હતા જેમાં ભરૂચ શહેરનાં કોઠી રોડ ઉપર આવેલ જૈન દેરાસર ખાતે રહેતા દક્ષાબેન પટેલનાં પુત્રવધુ પુનમબેન સાજન પટેલ ઉ.વર્ષ 21 ને લઈને આવ્યા હતા. તા-11 નાં રોજ સીવીલ હોસ્પીટલમાં લઈ ગયા હતા. જયાં તેને બાળકનો જન્મ થયો હતો. જોકે પૂનમબેન પટેલનાં ટાંકા તૂટી જતાં ફરી સીવીલ હોસ્પીટલમાં લાવવામાં આવી હતી. આવી જ રીતે 3 વખત ટાંકા તૂટી જતાં તેમને દયનીય હાલતમાં લાવવામાં આવ્યા હતી. જયારે પ્રસૂતા પૂનમબેનની સાસુમાઁ દક્ષાબેનએ કહ્યું હતું કે આતો કેવા ટાંકા લે છે કે ત્રણ ત્રણ વખત તૂટી જાય છે. આવી જ રીતે સીવીલ હોસ્પીટલમાં અંધેર નગરી ને ચોપટ રાજા ની જેમ વહીવટમાં શાનીયાબાનું તાહિર મલેક કે જેઓ અંદાડાનાં રહીશ છે તેઓને પણ ભરૂચ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમની પાસેનો 18 હજારની કિંમતનો મોબાઈલ રાત્રી દરમ્યાન ચોરી થઈ ગયો હતો. આ મામલે તેમની માતા રજીયાબેન દ્વારા સીવીલ હોસ્પીટલમાં જવાબદારોને ફરિયાદ કરવામાં આવતા જવાબદાર લોકોએ કહ્યું હતું કે જે તમારા સામાન છે તેની જવાબદારી પણ તમારી છે. જયારે CCTV કેમેરા લાગેલા હોવા છતાં સીવીલ હોસ્પીટલમાં સૂતેલી પ્રસ્તુતા પાસે મૂકેલો મોબાઈલ ફોનની ચોરી થતી હોય તો પછી બાળકોની ચોરી કેમ નહીં થઈ શકે. હોસ્પિટલમાં CCTV કેમેરા હોવા છતાં ચોરી થવાની ધટનામાં રજીયાબેને કહ્યું હતું કે મોબાઈલ ફોન ચોરી થયા તો બાળકોની ચોરી પણ થઈ શકે છે. જ્યારે અહીં જંબુસરનાં કાવી ગામે રહેતાં સલમાન શબ્બીર બેરિસ્ટરનાંઓ પત્નીને લઈને આવ્યા હતા. બાળક થયા બાદ હવે હોસ્પીટલવાળા જબરજસ્તીથી કોપર-ટી મુકાવવા માટે ફરજ પાડી રહીયા છે. તેઓનાં જણાવ્યા અનુસાર તમે કોપર-ટી નહીં મુકાવો તો સીવીલ હોસ્પીટલમાંથી રજા નહી આપીયે તેવું કહી કોપર-ટી મૂકવાનો આગ્રહ કર્યો હતો. આમ હવે સીવીલ હોસ્પીટલમાં લોકોને જબરજસ્તી કરવામાં આવી રહી છે.
જયારે દીવા ગામથી આવેલા જુબેરભાઈનાં કહેવા મુજબ તેમની પત્નીને બાળક થવા બાદ હોસ્પીટલમાં રાખવામાં આવી હતી. જોકે તેમના ઘર પરિવારમાં કોઈ મહિલા નહીં હોવાથી તેમણે હોસ્પીટલમાં સુવાની મંજૂરી માંગતા હોસ્પીટલ સત્તાવાળાએ કહ્યું હતું કે તમારે બહાર જ સુવુ પડે અહિં તમને સુવાની મંજૂરી મળશે નહીં આમ આવા તો અનેક લોકોની ફરિયાદો સાંભળનાર કોઈ નથી. કેમ કે ભરૂચની સીવીલ હોસ્પીટલને એક રૂપિયાનાં ટોકન ભાડેથી રાજકીય ધેરાવો ધરાવતા ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે. આ ટ્રસ્ટમાં બહારથી સત્તાધીશ પાર્ટી અને મંત્રીઓ ધારા સભ્ય વહીવટ કરી રહ્યા છે ત્યારે હવે જીલ્લા કલેકટર આવા સીવીલ હોસ્પીટલની મુલાકાત કરી એક રિપોર્ટ તૈયાર કરે અને રાજ્ય આરોગ્ય વિભાગને સુવિધા અંગે જાણ કરે તેમજ હાલનાં જ જે વહીવટકર્તા છે તેઓ સામે અસુવિધા મામલે કડકમાં કડક પગલાં ભારતે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. આ સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહ્યા છે.
ભરૂચ સીવીલ હોસ્પીટલમાંથી મોબાઈલ ચોરી થતો હોય તો બાળકની ચોરી કેમ નહીં થાય ???
Advertisement