ભરૂચ તાલુકાના ઝનોર ગામ ખાતે આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે વર્ષોથી આચાર્ય તરીકે સંદીપ કુલકર્ણી ફરજ બજાવતા હતા,અચાનક થોડા દિવસો અગાઉ આચાર્ય સંદીપ કુલકર્ણીની બદલી કરવામાં આવતા શાળાના બાળકો તેમજ તેઓના વાલીઓમાં રોષ ઉભો થયો છે,વિદ્યાર્થીઓ અને વાલીઓના જણાવ્યા મુજબ વર્ષોથી આ આચાર્યના હાથ નીચે ભણતર મેળવવાથી બાળકો શિક્ષણ ક્ષેત્રમાં મજબુત બન્યા છે અને તેઓના કારણે જ બાળકોને શાળા સાથે લગાવ હતો પંરતુ તેઓની અચાનક બદલી ગામના લોકો અને શાળામાં ભણતર મેળવતા બાળકોમાં તંત્ર સામે વિરોધના સુર પુરાવી ગઇ છે.શાળા બહાર બાળકોએ અને તેમના વાલીઓએ ગ્રામજનો સાથે ભેગા થઇ આચાર્યની બદલીનો વિરોધ કર્યો હતો અને શાળા ગેટ પર જ સૂત્રોચ્ચાર કરી આચાર્યને પરત કરો તેવી માંગ ઉચ્ચારી શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હતા,૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ શાળા ગેટ બંધ કરી પોતાના દફતરને ગેટ પાસે મૂકી સૂત્રોચ્ચાર કર્યા હતા.આચાર્ય બદલી અને શિક્ષણ થી બાળકોએ અળગું રહેવું તે બાબત હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે તો બીજી તરફ જિલ્લા શિક્ષણ સમિતિ માટે પણ બદલી બાદ ઉભા થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે આચાર્યના પ્રેમનો ભવન્ડર કઇ રીતે શાંત કરવું તે બાબત પણ મંથન રૂપ બની છે,
ભરૂચ તાલુકાના ઝનોર ગામે પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપ કુલકર્ણીની બદલી કરાતા ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો હતો.
Advertisement