ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ મોટામિયાં માંગરોળની ગાદી સાથે સંકળાયેલા મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી સાહેબનો આસ્તાનો મધ્ય ગુજરાત સહિત વિશ્વમાં કોમી એક્તાના પ્રતિક સમાન છે, જેઓના નામ, સેવાકાર્ય સહિત માંગરોળની ગાદીના વડિલ પૂર્વજોના સ્નેહ, સદભાવના અને દયાના સંદેશને હમેશા અગ્રસ્થાન આપી પોતાના પૂર્વજોની પરંપરાને જાળવી રાખી ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, વ્યસનમુક્તિનો બોધ આપતી અને હાલના સમયમાં જેની તાતી જરૂરિયાત છે તેવા અર્થસભર શિક્ષણ પર ભાર આપતી મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાના પ્રસંગે આ ગાદી થકી ચલાવાતા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના(GSPRF) સ્થાપક અને મોટામિયાં માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના પુત્ર તથા અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ આ પ્રસંગે દરેક સમાજ અને જ્ઞાતિના શ્રધ્ધાળુઓની વિશાળ જન મેદની વચ્ચે શુભ સંદેશ અને પ્રવચન આપતા જણાવ્યું હતું કે મોટામિયાં માંગરોળની ગાદી હમેંશા જરૂર જણાય, તે મુજબ સૌને સાથે રાખી સમાજ ઉપયોગી સેવાઓને અગ્રિમતા આપી સેવાના વિવિધ કાર્યો નિષ્પક્ષ અને નિઃસ્વાર્થ ભાવે નિભાવી રહી છે, ત્યારે હાલના સમયમાં અને આવનારા ભવિષ્યમાં જેની તાતી જરૂરિયાત ઉભી થવાની છે, તે અર્થસભર શિક્ષણ માટે આ ગાદીના અમારા પૂર્વજોએ જે મહેનત કરી છે તેને ફળીભૂત કરવા અને શિક્ષણપ્રેમી એવા મારા દાદા હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં સાહેબ કે જેઓ ૪૫ વર્ષ આ ગાદીના ગાદીપતિ તરીકે સેવાઓ આપી અને હવે આવનાર વર્ષોમાં અર્થસભર શિક્ષણ મળી રહે તે તેમના સપનાને ફળીભૂત કરવા અને એમના આ અભિગમને આગળ ધપાવવા અને સાકાર કરવા શિક્ષણને વધુ તેજસ્વીતા આપવા માટે મોટામિયાં માંગરોળની ગાદી પ્રેરિત ફાઉન્ડેશન દ્વારા એચ.એચ.એમ.સી એજ્યુકેશનલ કેમ્પસ,(હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલ, HHMC એજ્યુ. કેમ્પસ) ના પ્રોજેકટ વિશે જણાવ્યું હતું. આ શુભ સંદેશને ઉપસ્થિત મેદનીએ ઉમળકાભેર તાળીઓની સાથે વધાવી લઈ તન,મન અને ધનની સાથે સાથ સહકાર આપવાની તૈયારી બતાવી હતી. મોટામિયાં માંગરોળની ગાદી અને ગાદી થકી બનાવેલ ફાઉન્ડેશનએ કુદરતી અને માનવ સર્જીત આફતો વખતે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય સહાય ઉપરાંત મેડિકલ કેમ્પ, બ્લડડોનેશન કેમ્પો તથા આર્થિક રીતે પડી ભાગેલા લોકો માટે સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરે છે અને કરતા રહેશે એમ જણાવ્યું હતું. મોટામિયાં માંગરોલની ગાદીએ સમગ્ર માનવસમાજને જે જરૂર જણાય તે મુજબ હંમેશા વિવિધ સમાજ ઉપયોગી નિખાલસ, નિષ્પક્ષ,અને નિઃ સ્વાર્થ ભાવે સેવાઓનું પ્રદાન કરેલ છે અને કરશે એમ લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું.
પૂર્વજોના શિક્ષણ થકી સેવાના અભિગમને આગળ ધપાવવા HHMC એજ્યુ. કેમ્પસનો પ્રોજેક્ટ હાથ ધરાશે.
Advertisement