Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીમાં ટેમ્પોની અડફેટે યુવાન નું મોત.

Share

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર લક્ષ્મણ નગરમાં રહેતા 27 વર્ષીય યુવાન નું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સજ્જન ઈન્ડિયા કંપની માં હેલ્પર તરીકે ફરજ બજાવતો 27 વર્ષીય સોવિંદ કુમાર બીરન રોગન મંડલ કોઈક કામ અર્થે જઈ રહ્યો હતો તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર:-GJ-16-Z-4549 ના ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઈજાઓને પગલે તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ જીઆઇડીસી પોલીસને થતા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી લાશને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ફરાર ટેમ્પો ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સીધી અસર ચારધામ યાત્રા પર હાવી થશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનાં કેસો વધતા ગુજરાત – મહારાષ્ટ્રની બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગનું સઘન ચેકીંગ.

ProudOfGujarat

વલસાડ ,વાપી સહિતના વિસ્તારમાં વરસાદ :ખેડૂતોમાં ખુશીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!