ગુજરાત રાજ્યમાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ પરીક્ષા કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં સરકારે માફી માંગવાની ફરજ પડી હતી.બીજા કૌભાંડોની તપાસ ચાલુ છે પરંતુ તેમાં ઉચ્ચ અધિકારીઓ,રાજ્યના મંત્રીઓ સામેલ હોય જેને પગલે તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યાં હવે સુરતમાં ખેત તલાવડીનું કૌભાંડ બહાર આવ્યું છે ખેતરોમાં નાની તલાવડીના ખોદકામ અને તેની માટીનું વેચાણ થતું હોય છે પરંતુ તેમાં પણ ગોટાળા થતા હોય છે આવી જ ખેત તલાવડીનું કૌભાંડ સુરત જિલ્લામાં થવા પામ્યું છે જેમાં GLDC ના કર્મચારી પ્રવિણ પેમલની તપાસ કરતા તેની પાસેથી પોતાની આવક કરતાં વધુ મિલકત મળી આવી હતી એન્ટી કરપ્શન બ્યુરો અને ડી.એ દ્વારા GLDC ના કર્મચારી પ્રવીણ અને તેની પત્ની સામે અપ્રમાણસર મિલકત સંબંધી ગુનો દાખલ કરાયો છે.આ રકમ તેમણે કેવી રીતે મેળવી કોનો કોનો ભાગ છે અને આમાં કયા કયા અધિકારીઓ સંડોવાયેલા છે તે દિશામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ધટનાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
સુરત પંથકમાં ખેત તલાવડી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં GLDC ના કર્મચારી પાસેથી દસ કરોડ ઉપરાંતની રકમ મળી આવતા એન્ટી કરપ્શન બ્યુરો અને ડી.એ દ્વારા કર્મચારીને તેની પત્ની સામે ફરિયાદ દાખલ કરાવી છે.
Advertisement