ઝધડીયા તાલુકાનાં ખરચી ગામનાં જાગૃત નાગરીકો આજે જીલ્લા કલેકટરને રૂબરૂ મળ્યા હતા અને ગેરકાયદેસર જમીનનું ખનન થતું હોવાના કૌભાંડ અંગે ન્યાયિક તપાસની માંગ કરતું લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. ખરચી ગામનાં નાગરીકોએ જણાવ્યું હતું કે તેમના ગામનાં જ સુખદેવ રામુ વસાવા તથા તેના મળતીયાઓ દ્વારા ગામની ગોચર, તળાવની જમીન તેમજ અન્ય સરકારી પડતર જમીનોમાં વ્યાપક પ્રમાણમાં ખોદકામ કરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માટી કૌભાંડમાં ગામનાં સરપંચ સહિત અન્ય રાજકીય માણસો પણ સંડોવાયેલા છે અને આ તમામ ધાકધમકી પૂર્વક માટીનું ખોદાણ કરી રહ્યા છે અને જો કોઈ વિરોધ કરે તો તેમને ડરાવવામાં, ધમકાવવામાં આવી રહ્યા છે. આમ આ તમામ માથાભારે લોકોએ ગામમાં અરાજકતાભર્યું માહોલ પેદા કરી દીધું છે. આવેદનપત્રમાં ગામની સ્મશાન ભૂમિની જમીનને પણ જેસીબી મશીનની મદદથી ખોદી ઈંટો બનાવવાના ભઠ્ઠાવાળાઓને વેચી દેવામાં આવી હતી અને જો કોઈ વિરોધ કરે તો એક્રોસીટી તથા મારામારીના ખોટા કેસો કરવાની ધમકીઓ આપવામાં આવી હતી.આ માથાભારે શખ્સ સુખદેવ વિરુદ્ધ અગાઉ ઝધડીયા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયા છે. રાજકીય વગનો દુરુપયોગ કરી તે ગાળાની ગોચર સહિતની પડતર જમીનોમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખોદાણ કરી સરકારની જમીનોને મોટું નુકસાન પહોંચાડી રહ્યો હોય આ અતિક્રમણ અટકાવવા તેમજ માટી કૌભાંડ અંગે ભૂસ્તર વિભાગ દ્વારા ન્યાયિક તપાસ કરાવવાની માંગ ખરચી ગામનાં જાગૃત નાગરીકોએ આ આવેદનપત્રમાં કરી હતી. આ સમગ્ર ધટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
ઝધડીયા તાલુકાનાં ખરચી ગામનાં જાગૃત નાગરીકોનું એક પ્રતિનિધિ મંડળે આજરોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગામની ગોચર, તળાવ સહિતની પડતર જમીનોમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર ખનન થતી હોવાની ફરિયાદ કરી હતી.
Advertisement