રાજપીપળા સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ચાલી રહી હોય કાચા મકાનો કે જમીન માલિકો માટે તે આશીર્વાદરૂપ છે પરંતુ હાલ આ યોજના માં પડતી ઓનલાઇનની તકલીફ ગરીબ લાભાર્થીઓને મુસીબતમાં મૂકી રહી હોવાની બુમ ઉઠી છે. રાજપીપળા નગરપાલીકા હસ્તક છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની 2017 માં શરૂઆત સારી થઈ પરંતુ બાદમાં સરકાર દ્વારા ઓનલાઇન ફોટો એપ અપડેટ કરાતા અનેક તકલીફો પડી રહી હોય લાભાર્થીઓના ઓનલાઇન ફોટા ન પડતા મહિનાઓ સુધી હપ્તા જમા ન થતા અધૂરા મકાનો હોવાથી લોકો નહિ ઘરના નહિ ઘાટના જેવો હાલ થયો હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે.જોકે આ બાબતે ઓનલાઇન તકલીફ હોય લાભાર્થીઓનો પાલીકા કે એજન્સીના કર્મચારીઓ પર રોષ ઠાલવી રહેલા જોવા મળે છે.આ તકલીફ માટે વારંવાર ઉપર રજુઆત કરવા છતાં કોઈ જ સુધારો થતો નથી લગભગ 4 મહિનાથી ઓનલાઇન ફોટાની સમસ્યા ત્યાંની ત્યાં જ છે .આમ તો જાણવા મળ્યા મુજબ સરકાર અને સુરત કમિશ્નર આ માટે ઝડપી કામગીરી કરવા વારંવાર સૂચનાઓ આપે છે પરંતુ ટેક્નિકલ કારણોસર આ યોજના હાલ ગોકળ ગાયની ગતિએ ચાલી રહી હોય એ માટે કોઈ કાયમી ઉકેલ લાવવા સુરત કમિશ્નર ઘટતું કરે એ જરૂરી છે.
અમે 2017 ના વર્ષમાં યોજનાનું ફોર્મ ભરી લાભ લીધો પરંતુ બે વર્ષ થવા છતાં હજુ અમારા છેલ્લા 2 હપ્તા મળ્યા નથી જેમાં ફોટા પાડનાર ઓનલાઇન ફોટો પડતા નથી તેમ કહી વારંવાર ફોટા પાડવા આવે છે પણ ઓનલાઇન ફોટામાં સર્વરની તકલીફ આવતા આગળના હપ્તા માટેના ફોટા પડતા નથી.સરકારે સહાય ચાલુ કરી પણ હાલ અમારી નહિ ઘરના,નહિ ઘાટના જેવી હાલત થઈ છે.તેેેમ કેટલાક લાભાર્થીઓ એ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી