મંગળવારના રોજ બ્લુમુન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ ડે નું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં શાળાના બાળકો દ્વારા અલગ અલગ કળા રજૂ કરવામાં આવી હતી.પાલેજ-વલણ રસ્તે આવેલી બ્લુમુન શાળામાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલેજ પંચાયતના સભ્ય સલીમભાઈ પઠાણે તેમજ વાલીઓએ પણ હાજરી આપી હતી. ધો.૩ થી ૫ ની વિદ્યાર્થિનીઓએ સ્પોર્ટ્સ ડાન્સ રજૂ કર્યો હતો. તેમજ પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓએ ક્રિસમસ ડાન્સ અને જુનિયર દ્રઇલ રજુ કર્યા હતા. ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર પ્રસ્તુત કર્યો હતો. મુખ્ય મહેમાન સલીમભાઈ પઠાણ તથા આચાર્યશ્રી ડો. ઉમા સિંગના વરદ હસ્તે ધ્વજ લહેરાવ્યા બાદ મસાલ સાથે દોડ તથા માર્ચ પોસ્ટ રજુ કરી શાળાના હેડ બોય તથા હેડ ગર્લ અને દરેક હાઉસના કેપ્ટન દ્વારા પ્રતિજ્ઞા સેરેમની પૂર્ણ કરાઈ હતી.ધોરણ ૬ થી ૧૧ ના વિદ્યાર્થીઓએ પુરી શિષ્ટતા સાથે માસ ડ્રિલ રજૂ કરી હતી. ધોરણ ૧ થી ૧૧ ના વિદ્યાર્થીઓએ પમ પમ, હુલા હૂપ તથા પિરામિડ રજૂ કર્યો હતો. ગગનમાં બલુન લહેરાવી ત્યારબાદ કલેક્ટ ધ બોલ, કલેકટ ધ બૂક, બેલેન્સ ધ બૂક, રેડી ફોર સ્કૂલ , કોથળા દોડ, સો મીટર દોડ, રિલે દોડ, ગોળાફેક જેવી રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને સર્ટીફીકેટ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જુનિયર ગ્રુપમાં વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તાપ ફહિમા સાજીદ તથા લારીયા અશફાક ઈરફાનને બેસ્ટ એવોર્ડ તથા સિનિયર ગ્રુપમાં પટેલ જાહેદાબાનુ રફીક તથા અનથાના ફેજાન અશરફને બેસ્ટ એથલેટસ અવોર્ડ આપવામાં આવ્યા હતા.વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે ઉચ્ચ પ્રદર્શન કરનાર રેડ ઇનોવેટિવ હાઉસને ઉત્કૃષ્ટ દેખાવ બદલ ટ્રોફી પણ આપવામાં આવી હતી.શાળાના ચેરમેન શ્રી ઇદ્રીશભાઈ મેમણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટેનું પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવ્યું હતું.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ