Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કાઢવામાં આવી.

Share

રાષ્ટ્રહિતમાં ઘડાયેલા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના સમર્થનમાં વિરમગામના રાષ્ટ્રવાદી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કરવામાં આવી હતી. સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા આયોજિત વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકાર તથા પોલીસને સમર્થન આપ્યું હતું. વર્તમાન રાષ્ટ્રીય અજંપા અને અશાંત પરિસ્થિતિમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સંયમ રાખવમાં આવેલ છે, તેની પણ પ્રસંશા અને સમર્થન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ રેલીમાં સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા. સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા વિરમગામ શહેરના ગાયત્રી મંદિર સર્વે જાગૃત નાગરિકો એકત્ર થયા હતા, અને સંવિધાન બચાવવા સમર્થન માટેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શાંતિપૂર્ણ મૌન રેલી શરૂ કરવામાં આવી અને સેવા સદન પહોંચી હતી. સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર અપાવવામાં આવ્યું હતું અને વડાપ્રધાનશ્રીને ઉદ્દેશીને સમર્નથપત્ર આપવામાં આવ્યું હતું. સ્વયંભૂ ઉમટી પડેલી આ રેલીમાં વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ જોડાયા હતા. ભારતના બંધારણમાં માનવા વાળા અને સન્માન કરવા વાળા જાગૃત લોકોએ નાગરિકતા સંશોધન કાયદાનું પુરજોરથી સમર્થન કર્યું હતું અને સરકારશ્રીને એમના આ સરાહનીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિશેષમાં, પોલીસ ડીપાર્ટમેન્ટ ઉપર વર્તમાન સમયમાં થયેલ હિંસક હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડવા માટે જવાબદાર લોકો સામે કડક શિક્ષાત્મક પગલા લેવાની પણ લેખિત આવેદનપત્રમાં માગણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ કોઈ પ્રબુદ્ધ નાગરિકે પોલીસ ડિપાર્ટમેન્ટના સંયમ અને સમજદારી સૂત્રોચ્ચાર દ્વારા બિરદાવ્યો હતો. રાષ્ટ્રવાદી જાગૃત લોકો ની શાંતિપૂર્ણ રેલી રહી હતી.

વંદના નીલકંઠ વાસુકીયા :- વિરમગામ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે શ્રી ચંદ્ર પ્રભુ જૈન જીનાલય મહાવીર સ્વામી દેરાસર ખાતે 48 મી સાલગીરી મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

આમોદ અનમોલ શોપિંગમાં બોગસ ચૂંટણી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી માં ભંયકર દુર્ઘટના : 4 કામદારોના મોત નિપજ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!