સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસનને વિકાસ કરવા માટે ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયકનો કાયદો લાગુ કર્યો છે. પરંતુ જેનો ઠેર ઠેર વિરોધ કેવડિયા વિસ્તારમાં થઇ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા સહીત 70 ગામના આદિવાસી આગેવાનો અને આદિવાસો અને આ કાયદાને રદ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્યના આદિવાસી સમાજ સંગઠનો જોડાયા છે અને જેમના દ્વારા રાજપીપળા ખાતે રેલી પણ કાઢવામાં આવી હતી.જોકે નર્મદા પોલીસ દ્વારા ઘર્ષણ ન થાય તે માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. ખાસ કરીને નાદોદના ઘારસભ્ય પી.ડી વસાવા આ બિલનો વિધાનસભામાં સખત વિરોધ કર્યો હતો અને આ બીલના વિશે રજુઆત કરતા જણાવ્યું હતું કે કયારે સ્થાનિકોને રોજગારી મળતી જ્યારે ત્યાં સ્થાનિકો લારી ગલ્લા મૂકીને પોતાનું ગુજરાન ચલાવે છે તો ત્યાં તંત્ર દ્વારા રાતોરાત ત્યાંથી હટાવી દેવામાં આવે છે અને ત્યાંના સ્થાનિકોને જેને રોજગારી મળી છે એને કશું કીધા વિના છુટા કરી દેવામાં આવે છે જયારે ત્યાં કોઈ વીઆઈપી આવે છે તો ત્યાંના તંત્ર દ્વારા ત્યાંના રહેવાસીઓના ઘરે બે પોલીસ મૂકવામાં આવે છે અને ઘરેની બહાર પણ નીકળવા દેતા નથી સરકારને વધુમાં જણાવ્યું હતું કે તે વિસ્તારનો વિકાસ કરવો હશે તો ત્યાંના સ્થાનિકોને વિશ્વાસમાં લેવા પડશે આવા શબ્દોમાં આ બિલનો સખત વિરોધ કર્યો હતો.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિકાસ અને પ્રવાસન સત્તામંડળના નામે નંબર 37 થી પ્રસા કરી અમારા આદિવાસીઓના ભારતીય બંધારણ કલમ ૨૪૪ માં આવેલા પાંચમી અનુસુચના વિસ્તારમાં ખોટી રીતે બિન કાયદેસર પદ્ધતિથી અમારા ગઢેશ્વર વિસ્તારને બિલ આકારણી થી નોટિફાઇડ એરિયા જાહેર કરેલ છે જે નીચે દર્શાવ્યા મુજબ કારણોસર રદ કરવા વિનંતી કરીએ છીએ.
મુદ્દા : પ્રવાસન સત્તા મંડળ લાગુ પાડવાથી લોકશાહીના અધિકારો યોગ્ય રીતે મળી શકે નહીં. પ્રવાસન સત્તા મંડળના લાગુ પાડવાથી પંચાયત ધારાના નિયમો રદ થવાની શક્યતાઓ જણાય રહી છે. ભારતીય બંધારણની કલમ ૨૪૪ હેઠળની પાંચમી અનુ સૂચિત અને પેસા એક્ટર/અધિકાર મુજબ આદિવાસી વિસ્તારમાં પેસાએક્ટર પંચાયત ધારો લાગે છે જે રદ થઈ શકે તેવી શક્યતાઓ જણાય રહી છે. નોટિફાઇડ એરીયા જાહેર થવાથી અમારા આદિવાસી વિસ્તારમાં લોક પ્રતિનિધિ ધારો નાબુદ થશે તેવી શક્યતાઓ જણાય રહી છે. પ્રવાસન સત્તા મંડળમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આ સિવાયના તમામ સભ્યો સરકારી અધિકારીઓને રાખવાની જોગવાઈ કરેલ છે જેથી લોકશાહી નહીં પરંતુ અધિકારી શાહી ચાલશે તેવું સ્પષ્ટ જણાય રહયુ છે. અમે આ વિસ્તારમાં આદિકાળથી વસવાટ કરીએ છીએ જેથી અમારા વિસ્તારમાં નોટીફાઈડ એરિયા જાહેર કરવું યોગ્ય નથી. પ્રવાસન સત્તામંડળ લાગુ પડવાથી અમારા વિસ્તારમાં લોકશાહી મુજબ લોકોની નહીં પરંતુ અધિકારીઓ શાસન કરે તેવી શક્યતા જણાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કોઈપણ પ્રવાસન સ્થળે નોટીફાઈડ એરિયા જાહેર કર્યો નથી તો અમારા આદિવાસી વિસ્તારને પણ નોટીફાઈડ એરિયા જાહેર કરવો નહીં જે વિધાયક પસાર કરેલ છે જેને રદ કરશો. નોટિફાઇડ એરિયા જાહેર થવાથી અમારા આદિવાસી સમાજ અને સંસ્કૃતિ રીતિ-રિવાજ પરંપરા બોલી ભાષા દેવી-દેવતાની પ્રતિમાઓનું યોગ્ય લક્ષણ થશે નહીં. રોજગારી મેળવવામાં તકલીફ ઊભી થશે. ખાનગી જમીનો સરકાર દ્વારા મોટા પ્રમાણમાં સંપાદન થશે અને મોટા પ્રમાણમાં લોકોનું વિસ્થાપણ હશે તેવી શક્યતાઓ જણાય રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિકાસ અને પ્રવાસન સત્તામંડળના માત્રને માત્ર અધિકારીઓનું શાસન ચાલશે તેવી સ્પષ્ટ જોગવાઈ કરેલ છે. આ વિધેયકથી અમારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો જળવાશે નહીં લોકશાહીના મૂલ્યો હળવાશે નહીં લોક પ્રતિનિધિ ધારો તેમજ પેસા એક્ટ અને પાંચમી અનુસૂચિના અધિકારો અમો આદિવાસીને સરળતા મળશે નહીં તેવી શક્યતાઓ જણાઈ રહી છે વિધાયકથી ભારતીય બંધારણ પંચાયત ધારો લોક પ્રતિનિધિ ધારો વગેરે જેવા મહત્વના કાયદાઓની જોગવાઇઓનું ઉલ્લંઘન થવાની શક્યતાઓ છે માટે ગુજરાત વિધાન સભામાં પસાર થયેલા સન 2019 સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તા મંડળના 37 નંબરના વિધેયકને રદ કરવાની વિનંતી કરીએ છે ટૂંક સમયમાં રાધે કરી અમો અરજદાર ને દિન 15 માં જાણ કરશો તેવી આશા રાખીએ છીએ અમો આદિવાસીઓના હીતમાં યોગ્ય નિર્ણય લેવા નહિં આવે તો ના છૂટકે અહિંસક ચળવળ ચલાવવાની ફરજ પડશે.
રાજપીપળા, આરીફ જી કુરેશી