Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં જાહેર માર્ગોના નિર્માણમાં હલકી ગુણવત્તા તેમજ ભરૂચ નગરપાલિકાના શાસકો દ્વાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની આશંકા સાથે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Share

ભરૂચના ઝાડેશ્વરથી મકતમપુર વચ્ચે તેમજ જયોતિનગરથી કોલેજ વચ્ચે હાલમાં જ નિર્માણ પામેલ ડામર રોડ અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી લાખો રૂ.ની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ જીલ્લાના મહામંત્રી સેજલ દેસાઈએ કર્યા છે. આ અંગેનું એક લેખિત આવેદનપત્ર તેઓએ જીલ્લા કલેકટરને પાઠવ્યું હતું અને આ ગોબાચારીની ન્યાયિક તપાસ થાય તેવી ભારપૂર્વક માંગણી કરી હતી.
વધુમાં આ આવેદનપત્રમાં એવી પણ આશંકા વ્યકત કરાઈ હતી કે આ રોડનું નિર્માણ કરનાર કોન્ટ્રાકટર અને નગરપાલિકાના શાસકોએ એકમેકના મેળાપી પણામાં લાખો રૂ.ની ખાપકી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નર્મદા-ઉપરવાસમાંથી  32460 ક્યુસેક પાણીની આવક-24 કલાકમાં ડેમમાં  2.5  મીટરનો વધારો..

ProudOfGujarat

જનતા જનાર્દનના કામ ન થતા જનતામાં રોષ વ્યાપી જતા ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકા પ્રમુખ ને ધક્કે ચડાવ્યા …

ProudOfGujarat

ભરૂચમાં મુસ્લિમ બિરાદરો એ ઈદગાહ ખાતે નમાઝ અદા ઈદની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!