ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે કેજીબીવી ખાતે ડ્રોપ આઉટ થયેલ, મા-બાપ વિહોણી, આર્થિક રીતે અસમર્થ ૧૦૦ વિદ્યાર્થીનીઓ ત્યાં રહી અભ્યાસ કરે છે.શ્રોફ એન્જિનિયરિંગ કોલેજ વાલિયામાં પ્રવેશ મેળવવા ઇચ્છુક યુવતીઓનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશનના કમિટી સભ્ય નરેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન (જેઆઈએ) દ્વારા ઝઘડિયાના રાણીપુરા ખાતે આવેલ કેજીબીવીમાં રહી ઝઘડિયા અભ્યાસ કરતી નિસહાય વિદ્યાર્થીનીઓને ધાબળાનું વિતરણ કર્યું હતું. એશોસિયેશનના કમિટી સભ્ય નરેન્દ્ર ભટ્ટ દ્વારા જે વિદ્યાર્થીની ધોરણ ૧૨ માં ઉત્તીર્ણ થયા બાદ વાલિયા ખાતેની શ્રોફ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવા ઇચ્છતી હશે તો તેવી વિધાર્થિનીઓનો તમામ ખર્ચો ઉઠાવવાની જાહેરાત કરી હતી.ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે આવેલ કસ્તુરબા બાળ વિદ્યા મંદિર (કેજીબીવી) ખાતે ૧૦૦ વિદ્યાર્થીનીઓ રહી ૬ થી ૮ નો અભ્યાસ રાણીપુરા ખાતે અને ૯ થી ૧૦ નો અભ્યાસ ઝઘડિયા ડીડી હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં કરે છે. રાણીપુરા કેજીબીવી ખાતે ડ્રોપ આઉટ થયેલ, માં બાપ વિહોણી, આર્થિક રીતે અસમર્થ ભરૂચ, સુરત, નર્મદા જિલ્લાની ૧૦૦ વિદ્યાર્થીનીઓ ત્યાં રહે છે. આ વિદ્યાર્થીનીઓ માટે ઘણી બધી સંસ્થાઓ, કંપનીઓ આગળ આવી રહી છે. હાલમાં શિયાળાની મોસમ જામી રહી છે. વિદ્યાર્થીનીઓને ધાબળાની જરૂર હોઈ તેવી રજૂઆત ગામના આગેવાને ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશનના ખજાનચી રાજેશભ નાહતાને કરી હતી. એશોસિએશન દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીનીઓ માટે ધાબળાની વ્યવસ્થા કરી ગતરોજ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે એશોસિયેશનના ખજાનચી રાજેશ નાહતા, કમિટી સભ્ય નરેન્દ્ર ભટ્ટ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કમિટી સભ્ય નરેન્દ્રભાઈ દ્વારા વિદ્યાર્થીઈઓ માટે એક જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીનીઓ ધોરણ ૧૨ માં ઉત્તીર્ણ થઇ એન્જિનિયરિંગ કરવા ઈચ્છુક હશે તેવી વિદ્યાર્થીનીઓને વાલિયાની શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી