Proud of Gujarat
INDIAFeaturedGujarat

જંબુસર પોલીસે ઝડપી પાડેલા બે રીઢા ચોર પાસેથી મળેલી વિગતો નડિયાદના એક સોની દ્વારા ચોરીનો માલ ખરીદવામાં આવતા હોવા ની કબૂલાતને પગલે નડીયાદ થી સોની ને ઝડપી લીધો હતો.

Share

જંબુસર પંથકમાં દસ લાખ ઉપરાંતના ઘરફોડ ચોરી થવા પામી હતી જે સંદર્ભે ડીવાયએસપી ગોહિલ દ્વારા ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી જેમાં બે રીઢા ચોર પોલીસના હાથે ઝડપાયા હતા. તેઓ દ્વારા દસથી વધુ ચોરીઓનો ગુનો કબૂલ્યો હતો જેમાં તેમણે નડિયાદમાં ભાવસારવાળ માં રહેતો હર્ષદ ઉર્ફે લાલા મનુ સોની ને મુદ્દા માલ વેચતા હોવાનું કહ્યું હતું આ સંદર્ભે એલસીબી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને હર્ષદ સોની ને ઝડપી લીધો હતો. હર્ષદ પાસેથી વેડચ પોલીસ મથકમાં થયેલ નોંધાયેલી ચોરીમાં ચોરાયેલા સોનાના દાગીના કિંમત રૂપિયા 60 હજાર ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી તપાસ કરતાં તેને અમદાવાદ ખાતે પણ આવા જ ચોરીના ઘરેણા ખરીધ્યા હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે આ વિસ્તારમાં વધુ ગુનાઓ ઉકેલવા હર્ષદ સોની ની તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દેડીયાપાડા : મહીલા પર તાંત્રિક વિધિ કરવાના બહાને અડપલા કરી દુષ્કર્મ કરનારને પકડી પાડતી સાગબારા પોલિસ !

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની સુંદરતાનું રહસ્ય જાણો : અભિનેત્રીએ તેની 10 સ્કિનકેર ટિપ્સ જાહેર કરી!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!