Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર લીંબડી ફ્રી મહા નિદાન કેમ્પ યોજાયો.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીબડીની અનેક વિધ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે લીબડી અને લીંબડી તાલુકાની આજુબાજુના ગામોની જનતાના આરોગ્યની સુખાકારી માટે વર્તમાન સમયમાં અલગ-અલગ પ્રકારની બીમારીઓ ખૂબ જ વધી છે ત્યારે ગુજરાતના નામાંકિત ડોક્ટરોની ટીમ સાથે લીબડી મોટા મંદિર ખાતે સર્વરોગ મહા નીદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે નિદાન કેમ્પનો પ્રારંભ મોટા મંદિર મહંત શ્રી લલિત કિશોર દાસ મહારાજના આશીર્વાદથી કરવામાં આવ્યો હતો જેમાં ડાયાબિટીસ, હદયરોગ ,ફેફસાના રોગ, બ્લડસુગર , ન્યુરોપથી, મોનોફિલામેન્ટ ટેસ્ટ વગેરે જેવા રોગોનું નિદાન 11 ડોક્ટરો દ્વારા આશરે 300 થી પણ વધારે દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ સારવાર અર્થે આવેલ દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને આ મોટામંદિર દ્વારા જમવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવી હતી આ મહા કેમ્પનું સંપૂર્ણ આયોજન શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના મંદીરના સેવકોએ પણ ખુબ સારી એવી સેવા આપી નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પોરબંદર જિલ્લા પંચાયત ભવન ખાતે PC-PNDT એક્ટ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ટી.બી. રોગના દર્દીની તપાસ માટે પાંચ ટ્રુનાટ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે.

ProudOfGujarat

અંકલેશ્વરના રંગોલી પાર્ક ખાતે એરફોર્સ જવાન અભિનંદન ના નામે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!