Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલનાં તબીબ આરીફ મીથવાનીની ડિગ્રી નકલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ.

Share

ભરૂચની નામાંકિત હોસ્પિટલ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલનાં તબીબ ડૉ.આરીફ મીથવાનીએ મુંબઈના તબીબની ડિગ્રીની નકલ કરી નામ ફેર કરી હૉસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બતાવીને લોકોનાં જીવ સાથે ચેડાં કરતાં શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચમાં તબીબની ડિગ્રી મામલે વિવાદ થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. જેમાં શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મૂળ આમોદનાં નાહિયેર ગામનાં રહીશ પ્રકાશ નરસિંહભાઈ પટેલએ આપેલી ફરિયાદમાં ભરૂચની પાંચબત્તી ખાતે આવેલ સનસાઇન ગ્લોબલ હૉસ્પિટલમાં તેમના માતૃશ્રીને ડેંગ્યુ થતાં ઈમરજન્સીમાં ડૉ.સુનિલ શાહ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતા ત્યાં ડૉ.આરીફ મીથવાનીએ સારવાર કરી હતી જોકે પ્રકાશભાઈની માતાશ્રીનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતાં આ મામલે પાલિકામાંથી મરણનો દાખલો લેવા માટે ડૉ.આરીફ દ્વારા સહી સિકકા કરી આપવામાં આવતા તેમની તબીબી ડિગ્રી અને શંકા જતાં તપાસ કરતાં તેઓની આ ડિગ્રી નહીં હોવાનું બહાર આવ્યું હતું. આરીફ મીથવાનીએ મુંબઈના તબીબ ફૈઝલ રહેમાનખાનનું MBBS નું પ્રમાણપત્ર મેળવી લઈને પોતાનું નામ મીથવાની આરીફ અલી હોવા છતાં અફીડેવિટ કરીને ગેઝેટમાં મીથવાની ફૈઝલ હૈદર અલીનાં નામે પ્રસિદ્ધ કરીને પોતાને તબીબ તરીકે પ્રસ્તાપિત કરીને ભરૂચની ગ્લોબલ હૉસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બતાવી લોકોનાં જીવ સાથે ચેડાં કર્યા હતા. જયારે મુંબઈના તબીબ ફૈઝલ રહેમાન ખાનએ પણ પોતાની ડિગ્રીનું પ્રમાણપત્ર જે તે સમયે ચોરી થયું હતું અને આરીફ મીથવાની તેમણે જે હૉસ્પિટલમાં સાથે રહેતા હતા ત્યારે જ આ પ્રમાણપત્રની ચોરી થઈ હોવાનું પ્રકાશભાઈને જણાવતા તેમણે ડૉ.આરીફ મીથવાની સામે ભરૂચ શહેરએ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Advertisement

Share

Related posts

માંગરોલ ઉમરપાડા તાલુકાના સરપંચ, સભ્યોનો અભિવાદન સમારોહ વાડી મુકામે યોજાયો.

ProudOfGujarat

કોરોનાના માહોલમાં જ્યારે કિન્નર સમાજના મોભીએ મૂસ્લિમ યુવતીને કહ્યૂ “અલ્લાને દુઆ કરજે કોરોના જતો રહે”

ProudOfGujarat

વાહ વાહી લૂંટવા નો પોલીસ તંત્ર માં ખેલ…? ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની કામગીરી સામે કોર્ટ માં ઉઠ્યા સવાલ,?ટંકારીયા અને કંબોલી ચોરી પ્રકરણ માં મુદ્દામાલ ના ભાવો અલગ અલગ બતાડ્યો હોવાની ચર્ચા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!