ભરૂચ તાલુકાના તવરા ગામમાં આહીર સમાજના પરિવારો જેમાં હીરાભાઈ છગનભાઈ આહિર નારણભાઈ શનાભાઈ આહિર જે લોકો તવરા નર્મદા નદીના સામેના કિનારે પશુપાલન કરી તેઓનું જીવન ચલાવે છે.આજરોજ તેઓ તવરા ગામના નર્મદા નદીના કિનારે નદીના સામેના કિનારે તેઓના ( ચૌવારા )વાળા આવેલા છે. જેમાં આજરોજ સવારે 7:00 વાગ્યે તેઓ વાડામાં જતાં તેઓના 21 બકરા કોઇ અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળીયા. જેમાં ૧૯ બકરીઓ તથા ૨ બકરા મૃત હાલતમાં મળતા જેની જાણ માલધારી સમાજના આગેવાન ઝીણાભાઈ ભરવાડને કરતા તેઓએ જિલ્લા પશુપાલન અધિકારીને કરતા ડોક્ટર તૃપ્તિબેન તથા તવરા ગામના તલાટી દશરથભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા ડોક્ટર તૃપ્તિબેનએ બકરાનું પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તથા તલાટીએ પંચકેસ કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement