રાજપીપળા પાલિકાનો વહીવટ દિન-પ્રતિદિન ખાડે જતો દેખાઈ રહ્યો છે. અમુક વિસ્તારોમાં સફાઈ થતી નથી. રાજપીપળામાં પાલિકામાં અપક્ષ કોંગ્રેસનું વર્ષો સુધી એક હતું શાસન રહ્યું છે પણ આ વખતે રાજપીપળાની જનતાને આશા હતી સ્વચ્છતા આ મુદ્દે ભાજપ ગંભીરતાથી લઈને રાજપીપળા નગરને સ્વચ્છ રાખશે એ આશાથી રાજપીપળા પાલિકાની ચૂંટણીમાં ભાજપને ખોબે ખોબે ભરીને મત આપીને સત્તાના સિંહાસન પર પહોંચાડ્યા હતા પણ આની પર ભાજપ સાથે રાજપીપળા નગરપાલિકા રાજપીપળા જનતાનું આશા પર પાણી ફેરવવું હોય એમ લાગ્યું રહ્યું છે.રાજપીપળાના અમુક વિસ્તારોમાં તો સફાઈ કામદારો આવતા નથી અને ઠેર ઠેર ગંદકી જોવા મળે છે.
રાજપીપળા શહેરના અમુક વિસ્તારમાં તો સફાઈના મુદ્દે અને ગટર રીપેરીંગના મુદ્દે વારંવાર જોકે વોર્ડના સભ્યોને રજૂઆત કરવા છતાં પણ કામો થતાં નથી એવી રાજપીપળા ચર્ચાનો વિષય જોર પકડ્યું છે. રાજપીપળા નગરપાલિકામાં હાલમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ આ ત્રણે પક્ષ સાથે મળીને રાજપીપલા નગર પાલિકાનો વહીવટ કરી રહી છે છતાં પણ નગર જોઇને સફાઈના મુદ્દે રાજપીપળા નગરપાલિકા નિષ્ફળ જતી દેખાઈ રહી છે. ધારાસભ્ય પી ડી વસાવાએ પોતાના પત્રમાં એમ જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકા વોર્ડ નંબર 5 માં આવતા મુખ્ય રોડ લાલ ટાવરથી કાલિકા માતાજીના મંદિરથી કબ્રસ્તાન જતા અખાડા સુધીનો રોડ અને સાથે બાવાગોર ટેકરી આરબ ટેકરા નવીનગરી કોઈવાર આ વિસ્તારમાં જ ગંદકી તેમજ આ વિસ્તારમાં કચરા નામે ઢગલા જોવા મળે છે જેથી આ વિસ્તારના રહીશોનું આરોગ્ય પ્રતિદિન બગડતું જાય છે. જો ગંદકી દૂર નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આરોગ્યલક્ષી મોટી સમસ્યા ઉભી થવાની સંભાવનાઓ રહે છે. રોજ રોજ સફાઈ કરી લોકોને પડતી તકલીફો દૂર કરવા આવે ઉલ્લેખનીય એ છે કે સામાન્ય સફાઇ બાબતે ધારાસભ્યના કક્ષાના વ્યક્તિ રજુઆત કરવી પડતી હોય તો એનાથી શરમ જનક બાબત બીજી કોઇ ન કહેવાય બીજી એ કે ધારાસભ્ય સુધી આ બાબત હું ફરિયાદ એમણે આ રજૂઆત કરી છે તો એનો મતલબ એ થાય છે કે રાજપીપળા પાલિકા સત્તાધારીઓ પાસે થયેલી રજૂઆત જતા કોઈના દ્વારા ધારાસભ્યને કોઈ ફરિયાદ કરવાનો વારો આવ્યો હશે તો જ સફાઈના પાલિકાને રજુઆત કરવી પડી છે. હવે જોવા જેવું રહ્યું કે ધારાસભ્યની સફાઈના મુદ્દે પત્રનો કેટલો રાજપીપળા પાલિકા ગંભીર લઈને કેટલી સત્તા વાપરે છે એ જોવા જેવું રહ્યો અને શુ રાજપીપળાની જનતા આવતી પાલિકાની ચૂંટણીમા હાલના સભ્યને કેટલો શબક શીખવાડે છે એવી રાજપીપળા મા ચર્ચાનો વિષય બન્યો છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી