Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધંધુકા જિલ્લાનું બાલાજી ડ્રીમ સીટી ખાતે એકત્રીકરણ યોજાયું.

Share

ધંધુકા જિલ્લા આયોજન બેઠક વર્ષ ૨૦૧૯-૨૦ માં નિશ્ચિત થયા મુજબ ધંધુકા જિલ્લાનું એકત્રીકરણ દિનાંક : ૧૫/૧૨/૨૦૧૯ રવિવારે બાલાજી ડ્રીમ સીટી – ૧, ગુંદી ફાટક પાસે, બગોદરા-ધંધુકા હાઈવે, ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતુ. જેની પૂર્વતૈયારી જૂન માસથી એકત્રીકરણ સુધી ચરણબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લક્ષ્યાંક ૧૫૧ ગામ સુધી પહોંચવાનો હતો. ૧૩૫ ગામો સુધી સંપર્ક કર્યો. કુલ ૨૬ પૈકી ૨૬ મંડલ તથા ૧૧ માંથી ૧૧ ઉપખંડ એમ ૧૦૦ ટકા પ્રતિનિધિત્વ રહ્યું હતુ. કુલ ૧૫૦ કાર્યકર્તાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત કાર્યરત રહ્યાં હતા. કુલ પાંચ તાલુકા (ધંધુકા, ધોળકા, બાવળા, રાણપુર, બરવાળા) માંથી ૨૬ મંડલમાંથી ૭૨૦ સ્વયંસેવકોની ઉપસ્થિતિ રહી હતી. આ એકત્રીકરણમાં ૭૦ ટકા નવી ભરતી યુવાશક્તિ જોડાઈ. કુલ ૩ સત્રોમાં એકત્રીકરણનો મૂળ ઉદ્દેશ – કાર્યવિસ્તાર કરવા માટે સૌ સ્વયંસેવકો તત્પર બન્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી તેમજ અન્ય પ્રાંતીય, વિભાગીય અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ એ એકત્રીકરણને પ્રોત્સાહિત કર્યું હતુ. ઘોષ નિદર્શન તથા પ્રત્યક્ષ એક કલાક ની શાખા સાથે એકત્રીકરણ સમાપ્ત થયુ

Advertisement

Share

Related posts

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમવાર એરફોર્સના બોઈંગનું લેન્ડિંગ કરાયું

ProudOfGujarat

નવરાત્રિના શુભ અવસર પર નવું ગીત પંખીડા રિલીઝ થયું.

ProudOfGujarat

ભરૂચનાં તબીબ ડૉ.અસ્લમ જહાંએ તેઓની પૂર્વ ટ્રેનિંગ નર્સનાં પતિ વિરુદ્ધ ખંડણી માંગવા અંગે નોંધાવી પોલીસ ફરિયાદ.

ProudOfGujarat
error: Content is protected !!